SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” તે આપ્યા?'પુત્ર પણ વાનરના અક્ષરોની ભાષા સમજી ગયો. તેણે ના પાડી. .. ૧૧૪૬ વાનર રૂપી વ્યંતરદેવ અત્યંત કોપાયમાન થયો. તે રાજાના ઉદ્યાનમાં આવી વૃક્ષ ઉપર બેઠો. ચેલણા રાણી તે સમયે સ્નાન કરવા આવ્યા હતા. તેમણે દિવ્યહાર આદિ આભૂષણ ઉતારી સુરક્ષિત જગ્યાએ મૂક્યા. ત્યાર પછી હોજમાં સ્નાન કરવા ગયા. ત્યાં વૃક્ષની ડાળ ઉપરથી વાનરદોડતો નીચે આવ્યો. ... ૧૧૪૭ - વાનરે વૃક્ષની ડાળ નીચે કરી. તેણે દાસીના મસ્તકની ઉપર જે દિવ્યહાર હતો તે અત્યંત સાવધાનીપૂર્વક ચૂપચાપ ક્ષણવારમાં (દાસીને ખબર ન પડે તેમ) ઉંચકી લીધો. ... ૧૧૪૮ વાનર હાર લઈને પોતાના પુત્ર પાસે આવ્યો. વાનરે કહ્યું, “હું તમારો પિતા છું. આર્તધ્યાનનાં કારણે મરીને વાનર અવતાર પામ્યો છું. રાજાએ નિર્ધારિત પૂર્ણ ધન ન આપ્યું તેથી આ દિવ્યહાર ત્યાંથી હું ચોરી લાવ્યો છું.'') સ્નાન કરીને રાણી બહાર આવ્યા ત્યારે તેમણે પોતાનો દિવ્યહાર ત્યાં ન જોયો. ચલણ રાણીએ તરત જ રાજા પાસે આવી કહ્યું, “મારો દિવ્યહાર ખોવાઈ ગયો છે. ઉદ્યાનમાં નિશ્ચિત આસપાસ કોઈ નહતું.” ..૧૧૪૯ કવિ ઋષભદાસ કહે છે કે મહારાજા શ્રેણિકે અભયકુમારને બોલાવીને કહ્યું કે, “પુત્ર! ચલણા રાણીનો દિવ્યહાર ચોરાઈ ગયો છે. કોઈ પણ રીતે આ હાર શોધી આપ.” મહામંત્રી અભયકુમારે કહ્યું, “પિતાજી ! હું સાત દિવસમાં હાર શોધી આપીશ.” ...૧૧૫૦ દુહા : ૫૯ હાર ન લાભઈ રાયનો, દિવસ થયા તવ સાત; અભયકુમાર પોસો કરી, ગુરુનિ વંદનિ જાત. .. ૧૧૫૧ હો. નગરિ વસાવ્યો ડાંગરો, જવિ જાણઈ એ વાત; વાહણઈ નામ કહીશ સહી, હોસઈ તેહની ઘાત. ... ૧૧૫ર હો. અર્થ - મહામંત્રી અભયકુમારે ઘણાં પ્રયત્નો કર્યા. સાત દિવસ વ્યતીત થવા છતાં દિવ્યહાર ન મળ્યો. એક દિવસ અભયકુમારે (તિથિ હોવાથી) પૌષધ વ્રત કર્યું હતું. બીજે દિવસે પ્રાત:કાળે પૌષધ વ્રત પૂર્ણ થતાં અભયકુમાર ગુરુને વંદન કરવા ગયા. ... ૧૧પ૧ અભયકુમારે નગરમાં પહડ વગડાવ્યો કે, “જેની પાસે રાજાનો દિવ્યહાર હોય તે આપી જાય. આ હાર દેવનો આપેલ છે. જેનાં ઘરમાંથી દિવ્યહાર મળશે તેને દેહાંત દંડની સજા કરવામાં આવશે... ૧૧૫ર ઢાળ : ૪૯ 'દિવ્યહાર આચાર્યના કંઠમાં હમચીની તથા સાસો કીધો સામલીઈ એ દેશી. મણિકાર તણો સુત સુણતો, ગયો તાત કિ ત્યારઈ; રસ્વામી હાર લીઉ તુમ પાછો, લુટી રાય મુઝ મારઈ રે. ••• ૧૧૫૩ હ. સુસ્થિત સૂરિ રહ્યો તિહાં ધ્યાનિ, ઘાલઈ વાનર હારો; ગુરુની ભગતિ કરેવા આવ્યો, શિષ્ય સુંદર તિહાં રો રે. ... ૧૧૫૪ હ. (૧) ઢાળ ૪૯ની કથા સંસાર સપના કોઈ નહિ અપના, પૃ.૧૨૩-૧૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy