SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ७ माना ताम्रपत्रों ३०१ પાણીના અતિ અર્ધ સહિત બ્રહ્મદેય અનુસાર, ભૂમિછિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર અને પત્રોના ઉપગ અર્થે–ભટ્ટવિના પુત્ર વિખ્યાત આનન્દપુર શહેરના નિવાસી, તે સ્થાનના ચતુર્વેદી જાતિના, શર્કરાક્ષિ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી, ભટ્ટ આખણ્ડલમિત્રને–બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના યજ્ઞ અને અન્ય વિધિના નિભાવ અર્થે અપાયું છે. ” (લી. દ૯) “આથી આ પુરૂષ જ્યારે બ્રહ્મદેય અનુસાર તેને ઉપભેગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહી. (લી. ૭૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર કૃપાએ લક્ષમી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનાર બને) સામાન્ય છે એમ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. (લી. ૭૨) અને વેદવ્યાસે કહ્યું છે કે – “સગરથી માંડીને ઘણું નૃપેએ ભૂમિને ઉપભેગ કયો છે. (અને હાલ કરેલા દાનને જે તે રક્ષે તે ) જેની જે સમયે ભૂમિ તેને તે સમયનું ફળ છે. પૂર્વના નૃપોએ આપેલાં ધન તે દેવને આહુતિ કરેલાની શેષ સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે. અરે ! કયે સુજન તે પુનઃ હરી લેશે ? ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, (પણ) તે દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે નિર્જલ વિધ્યાદ્રિના શુષ્ક વૃક્ષોના કતરામાં વસતા કાળા સર્પ જન્મે છે ! | (લી. ૭૫) આમાં દૂતક, શ્રી શાર્વટને પુત્ર, મહાપ્રતિહાર . .. • મહાક્ષપટલિક, રાજવંશી શ્રી સિદ્ધસેન છે. અને આ દાન તેના પ્રતિનિધિ હેઓટના પુત્ર, પ્રતિનર્તક, કુલપુત્ર અમાત્ય ગૃહ જેને તે લખવા મેકલ્યો હતો તેનાથી લખાયું છે. (લી. ૭૭) સંવત્ ચારસે અધિક સુડતાળીશ, જેણ શુદિ પંચમી અથવા સંખ્યામાં સં. ૪૦૦ અને ૪૦ અને ૭, જેષ્ઠ શ. ૫ આ મારા સ્વહસ્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy