SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૯૫ શીલાદિત્ય ૬ કાનાં તામ્રપત્રો સંવત ૪૪૧ કાર્તિક સુદ ૫ શીલાદિત્ય ૬ ટ્રાનું આ દાન ૧૧૪ ૧૭ ફુના માપન મેટામાં મોટાં બે પતરાંઓ ઉપર લખેલું છે. ડાબી બાજુની કડી ખેવાઈ ગઈ છે. મુદ્રા લગાડેલી જમણી બાજુની કડી તેને સ્થાને જ છે. આ મુદ્રા વલભીનાં પતરાંઓ માટે પણ બહુ વજનદાર છે. તેના ઉપર હંમેશનું ચિહ્ન તથા લેખ છે. લિપિ સામાન્ય રીતે વડોદરા અને કાવનાં રાષ્ટ્રકૂટનાં પતરાંઓને મળતી છે. પતરાંઓનું કોતરકામ ઘણુંજ ગંદું છે. દરેક પંક્તિમાં અસંખ્ય ભૂલે છે, તથા આખી પંક્તિઓને લેપ થયે છે. એટલું જ નહીં પરંતુ ઘણે સ્થળે કે તરનારે લીટાઓ જોડવાની તસ્દી પણ લીધી ન હોવાથી અક્ષરે અસ્પષ્ટ રહે છે. લગભગ આવા જ બીજા ઘણા લેખો આપણી પાસે ન હોત તો માં પતરું વાંચવું અશક્ય થાત. પતરાંઓ એકંદરે સુરક્ષિત છે. તેમાં ફકત બે જ ફાટ છે, એક જમણું બાજુમાં છેક ઉપર અને બીજી ડાબી બાજુમાં છેક નીચે, બીજાં પતરા ઉપર છે. દાનપત્રની તારીખ “ગઢહકમાં સ્થાપેલી વિજયી છાવણીમાંથી નાંખેલી છે. દ્રહક એ પંચમહાલનું મુખ્ય શહેર ગોધરા હોય. “ગોદ્રહક' શબ્દ “ગોદ્રહ' માંથી વ્યક્તિત્વ “અથવા સંબંધ બતાવતે ” પ્રત્યય સાથે થયો છે. અને ગેદ્રને અર્થ “ગા માટે એક તળાવ” અથવા ગાયનું તળાવ” થાય છે, સરખા ‘નાગદ્રહ” વાકપતિનાં દાનપત્રમાં. વળી ગેધરામાં એ તળાવ હોવાથી આ નામ તેને બરોબર લાગુ પડે છે. સામેશ્વરની “કીર્તિકૌસદી” ૪પ૭ માં પણ “ગદ્રહ” નામ આવે છે. તેમાં કહ્યું છે કે ગોદ્રહ અને લાટના રાજાઓએ પોતાના સ્વામી ધોળકાના રાણા વીરધવલને દગો દઈ, તેના દુમને મરૂદેશના રાજાઓને જઈ મળી ગયા. તે ફકરામાં ગાઢહ ગોધરાને જ લાગુ પડી શકે. આપણાં પતરાંમાં તે આ સ્થળને જ લાગુ પડે છે કે કેમ તે બાબત હું ખાત્રી થી કહી શકતો નથી. કારણ કે, કાઠિયાવાડમાં બીજું ગોધરા હશે, એ બહુ સંભવિત છે, જો કે તે હું સાબીત કરવા હાલ અસમર્થ છું. રાવસાહેબ વિ. એન. મંડલિકેર ભાષાંતર કરેલાં ગંડલનાં પતરાંઓ કરતાં આની વંશાવળી આપણને એક ડગલું આગળ લઈ જાય છે. શીલાદિત્યનું નામ ધારણ કરેલો એક પાંચમે રાજા હતો એવું જણાય છે. આપણું શાસનમાં આ નવા રાજાનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છે - તેને (એટલે ચેથા શીલાદિત્ય દેવ) પુત્ર મહેશ્વરનો પરમભક્ત, મહારાજા, મહેશ્વર શ્રીશીલાદિત્યદેવ છે. તે પરમમહેશ્વર મહારાજા, પરમેશ્વર બપના પાદનું ધ્યાન ધરે છે. તે દુશ્મનનાં લશ્કરને ગર્વ તેડે છે. તે મોટા વિજયો મેળવાવથી સર્વ મંગળનો આશ્રય છે. તે શ્રીના આલિંગનથી નૃસિંહ રૂપ ધારણ કરવાથી મળેલ અતુલ બળથી તથા જેમ પુરુષોત્તમે પાંખ વગરને પર્વત ઉપાડી શેવાળીઆઓનું રક્ષણ કર્યું હતું, તેમ શત્રુ રાજાઓને નાશ કરી આખી પૃથ્વીનું રક્ષણ કરવાને લીધે પુરુષોત્તમના જેવો છે. તેના પગના નખની કાન્તિ અસંખ્ય રાજાઓનાં નમેલાં મસ્તકે પરના મુગટનાં રત્નોનાં તેજને લીધે વૃદ્ધિ પામે છે, અને તેણે પૃથ્વીની સર્વ દિગ્વધૂઓનાં મુખની જિત મેળવી છે.” ૧ ઈ. એ. વ. ૬ પા. ૧૬ જી. ખુલ્ડર, ૨ જ, બ. બ્રા. જે. એ. સે. વ. ૧૧ પા. ૩૩૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy