SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक.लेख પતરૂં બીજું | પછી શ્રી ડેરભટ્ટ આવે છે ] તેના [ શ્રી ધરસેનના ] પિતામહના ભાઈ, સારંગપાણિ (વિષ્ણુ) સમાન શિલાદિત્યને પુત્ર, જેણે શિલાદિત્યને ભક્તિથી નિજ ગાત્રો નમાવી પ્રણામ કર્યા હતા; " જેનું શિર તેના પિતાના પદના રન સમાન નખની, અતિ રમ્ય મદાકિની ( ગંગા સમાન, મહાન તેજથી પ્રકાશિત રહેતું હતું, જે દાક્ષિણ્ય પ્રસારવા( વેરવા )માં અગત્ય સમાન રાજર્ષિ હતા; જેના અતિ ઉજજવળ યશે ક્ષિતિજ [ નભની આઠ દિશાઓ ] મંડિત કરી અને નભમાં રજનીકાન્ત ( ઈ-દુ ) ની આજુબાજુ પૂર્ણ અશેષ કળ રચી હતી; સહ્ય અને વિંધ્યા પર્વત જેનાં શિખર ઘન વાદળથી આવૃત હોવાથી રતનાગ્ર સમાન દેખાતા બે પધરવાળી પૃથ્વીને જે પતિ હત; ડેરભટ્ટ ! આ હતે ] તેને પુત્ર [ ધ્રુવસેન હતા ]; જેણે મિત્ર નૃપના મંડળને રક્ષણ આપ્યું હતું જેઓ પિતાનાં શુદ્ધ યશનાં વસ્ત્રધારી, અને [ યુવતી સ્વયંવરમાં કુસુમમાળા અર્પે તેમ ] પિતાની રાજયશ્રી તેને અર્પતા; જે અસહ્ય શૌર્યસંપન હતું, અને જે (શૌર્ય) તેણે પ્રબળ શત્રુમંડળને નમાવી અસિ માફક ધારણ કર્યું જેણે શત્રુના મંડળની પ્રાપ્તિ શરમાં પ્રબળ ધનુષ અને શરના પ્રયોગના બળથી કરી હતી; અને જેણે મંડળમાંથી એગ્ય કરી લીધા છે. જેના કર્ણ જ્ઞાનમય કૃતિના શ્રવણથી ભૂષિત થએલા હતા છતાં રત્નોથી અધિક અલંકારિત થયા હતા જેના કરના અગ્ર, સતત દાન સાથેનાં જળના સિંચનથી વૃદ્ધિ પામેલી કુમળી લીલ સમાન ભાસતાં ઝળહળતાં નીલમથી મંડિત કંકણ ધારતાં હતાં; જે તેણે ધારણ કરેલાં રત્નનાં કંકણવાળા સાગરની અવધિ રચતા કરો વડે પૃથ્વીને આલિંગન કરતે પરમમાહેશ્વર–આ શ્રી ધ્રુવસેન હતો. તેને છ બધુ [ ખરગ્રહ હતે. ] જેનું અંગ અન્ય ગૃપના સ્પર્શના દેષમાંથી મુક્ત થવાના એક જ આશયવાળા, લકમીના આલિંગનના સ્પષ્ટ ચિહ્નોથી અંક્તિ હતું; જેણે મહાન વિકમના પ્રભાવ વડે સર્વ નૃપે આકર્ષ્યા હતા. જેણે અનુરાગથી અન્ય નૃપને આનન્દથી આકર્ષા હતા; જેણે પરાક્રમથી સર્વ શત્રુકુળને ભરમ કર્યા છે. , ડેરભદ્રને આ પ્રમાણે વચમાં લાવવાનો હેતુ નીચે પ્રમાણે હોઈ શકે: મુખ્ય વંશ ધરસેથી અટકે છે. અને શીલાદિત્ય –ખરગ્રહને ભાઈ અને ડેરભટ્ટને પિતા રાજાઓને સીધે વંશજ હતું નહીં, પરંતુ તેને પુત્ર હેરભટ્ટ પ્રતિષ્ઠિત અધિકારી હોય એમ જણાય છે, જેણે વિધ્ય અને સહ્યાદ્રિ પર્વત તરફ ચઢાઈઓ કદાચ કરી હતી. પણ તેને પુત્ર ધ્રુવસેન પાછો વલભી ગાદી પર આવે છે. આ ધ્રુવસેન પછીનાં બધાં દાનપત્રો ખેટકથી જાહેર થયાં છે, જ્યારે તે પહેલાનાં દાનપત્રો વલ્લભીથી લખાયાં છે. આ ખેટક ઘણું કરીને હાલનું ખેડા હોવાનો સંભવ છે; અને વલભી રાજ્યમાં સમાવેશ કરતું હશે એમ જણાય છે. આ ધરસેન પછી એમ દેખાય છે કે વલભી રાજાઓ વલ્લભીને બદલે બેઠકમાં નિવાસ કરી રહેલા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy