SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૭૭ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો ( સંવત ૩૪ર શ્રાવણ વદિ ૯ ) શીલાદિત્ય( ૩ જા )નું દાનપત્ર ૧૬” x ૧૩નાં મોટાં બે પતરાંઓ ઉપર લખ્યું છે. તે તદ્દન સુરક્ષિત છે તથા તેની કડી અને શ્રદ્ધા તેનાં 5 સ્થળ છે. ઓનરેબલ રાવ સાહેબ વિ. એન. મંડલિકે જ. બૉ. બૃ. ર. એ. સે, . ૧૧ પા. ૩૩૪ માં પ્રસિદ્ધ કરેલાં શીલાદિત્ય ૩ જાનાં બે દાનપત્રોને મળતી લિપિ છે. તેમાં લખેલી હકીકતને મોટા ભાગ ઉપરનાં બે શાસને તથા જ. બે, એ સે. માં પ્રસિદ્ધ થયેલાં શીલાદિત્યનાં એક અન્ય દાનપત્રને બહુ જ મળતો આવે છે. આ દાન “ બાલાદિત્ય તળાવ પાસે નાંખેલી વિજયી છાવણી ” માંથી આપ્યું છે, અને તેથી તે રાજાના પ્રવાસ માં અપાયું છે. બાલાદિય, જેના ઉપરથી આ તળાવનું નામ પડયું હતું તે કદાચ વલભીને રાજા ધ્રુવસેન ૨ જો હાય. પતરાં ૧ લાંની પંક્તિ ૨૫-૨૬ માં તેનું આ ઉપનામ હોવાનું જણાય છે. આ દાન મેળવનાર ભૂટ કુમાર છે. તે કૃષ્ણ યજુર્વેદના ભાગ મૈત્રાયણીયને અભ્યાસ કરેલે, ભરદ્વાજ ગોત્રના, ગેત્રિકામાંથી દેશાન્તર કરી વલભીમાં રહેતા બ્રાહ્મણ દ્રોણપુત્રને પુત્ર હતું. તેને તનgવૈવ-વૈવિવસાન' એવું વિશેષણ પશુ લગાડેલું છે. આને અર્થ પણ નથી. દાનમાં લેણુપદ્રક નામનું ગામ આપેલું છે. તે લેણુપદ્રક લિ, જેને “ થોપરિષદવસ. હિત' એવું એક વધારે અને ન સમજી શકાય તેવું વિશેષણ લગાડેલું છે, તેમાં આવ્યાનું વર્ણન છે. દાનપત્રની તારીખ, સંવત્ ૩૪ર ના શ્રાવણના કૃષ્ણ પક્ષ ૯ મી છે. સંવતનું બીજું ચિહ્ન શંકાવાળું છે. ડૉ. ભાઉ દાજીનાં જ. બાં. ઍ. રો. એ. સે. . ૮ પા. ર૩૦ માંના લખાણના આધાર ઉપરથી હું તે ચિત્ર ૪૦ ની હોવાના પાઠને પ્રયોગ કરું છું. * ઈ. એ. . ૫ પા.૨૦૭ જી. ખુલ્હર ૧ વલભી તથા ગુર્જર દાનપત્રો તેમ જ અન્ય વંશનાં દાનપત્રો કોઈક વાર જ્યાંથી દાન જાહેર થયું હોય તે જગ્યાનાં વર્ણનથી હમેશાં શરૂ થાય છે. ( જુઓ. ઈ. એ. વ. ૪ ૫, ૧૦૬ ) આ લેખ સાબીત કરી આપે છે કે જ, છે. બ્રા.ર. એ. સે. વ. ૧૧ પા. ૩૫ર ની નેટમાં જણાવવા પ્રમાણે ધ્રુવસેન ૪ થી પછીનાં બધાં દાનપત્રો ખેટકમાંથી જ જાહેર થયાં છે તે સાચું નથી. આ ખેટક ગુજરાતનું ખેડા નહિ, પરંતુ કાઠિયાવાડનું કોઈ એ નામનું ગામડું હોવું જોઈએ. તે જ નોટની અંદર દર્શાવેલી હકીકત કે ગુજરાતમાં ખેડા વલભી રાજાઓની રાજધાની થઈ હતી તે હજી સુધી સાબિત થયેલી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy