SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ga છ બાર જણનાં સાત્રા ભાષાન્તર સ્વસ્તિ ! વલભીમાંથી અતુલબળસંપન્ન મિત્રના મંડળમાં રહી અનેક જખમોથી પ્રતાપ પ્રાપ્ત કરનાર, અતિ બળથી તેમના શત્રુને પરાજય કરનાર, નિજ પ્રતાપના ફળરૂપ, દાન, માન અને સમભાવથી નપાને અનુરાગ પ્રાપ્ત કરનાર, અનુરક્ત નૃપના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર અને અછિન્ન રાજવંશવાળા પરમ માહેશ્વર ભટારકમાંથી, માતપિતાના ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી કરમાં અસિધારી, શત્રુના મસ્ત માતંગોની શ્રેણી ભેદી મહાન પ્રતાપ દર્શાવનાર, જેના પદનખ પંકિતની રહિમ તેના વિકમથી ચરણે નમતા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, સ્મૃતિઓના માર્ગ અનુસાર સુરક્ષણ કરી જનેનાં હૃદય રજનાર અને આમ રાજ શબ્દને અર્થ સત્ય કરનાર, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપત્તિમાં કામ, ઈદુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ, અને કુબેર કરતાં અધિક, શરણાગતને સંકટમાંથી રક્ષણ આપવામાં પરાયણ હાઈ નિજ અર્થ તૃણવત્ લેખી ભેગ આપનાર, અને વિદ્વાન્ , મિત્રો અને પ્રજિનેનાં હૃદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજનાર, અને સકળ ભુવનને સાક્ષાત્ આનંદ પરમમાહેશ્વર શ્રીગુહસેન પ્રકટ થયેલ હતું. તેને પુત્ર જેનાં પાપનાં સર્વ કલંક, નિજ પિતાના પદનખની રિમના રૂપમાં ગંગાનદીનાં જલથી છેવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીથી લાખો પ્રણય જનેનું પાલન થતું, તેના રૂપને લઈને ઘણું પ્રાપ્ત કરેલા ગુણેથી જેનું અવલંબન થતું, જે નિસર્ગક બળ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધને વિસ્મિત કરતો, જે પૂર્વેને નૃપિનાં દાન ચાલુ રાખો, જે નિજ પ્રજાને હણનાર કષ્ટ હરતે, જે શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન હતું, જેનું વિક્રમ નિજ સંઘટ શત્રુઓની લક્ષ્મી અને પ્રતાપને ઉપભેગ આપતાં, અને જેણે પરાક્રમથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી તે પરમમાહેશ્વર શ્રીધરસેન હતું. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, જે તેનામાં એકત્ર થએલા અને સકળ જગતને આનન્દ આપતા અદ્ભુત ગુણેથી સવે દિમંડળ ભરતા, અનેક યુદ્ધમાં જય કરી યશ મેળવના૨, તેના મિત્રોમાં સ્પષ્ટતાથી અન્ય કરતાં અધિક ભૂષિત સ્કન્ધ ઉપર મહાન મારીને ભાર ધારનાર, જે સર્વ વિદ્યાના અધ્યનથી વિમલ મનવાળો હોવા છતાં બુદ્ધિશાળી લઘુ કવિતા લખી હેલાઈથી પ્રસન્ન થતા. જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનોથી અગાધ હતું છતાં સદાચારથી સ્પષ્ટ થતા ઉમદા સ્વભાવવાળે હતું, જેણે કૃતયુગના નૃપથી સંચરાતે માર્ગ જે બંધ થઈ ગયો હતો તે શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો, જેની લમીની મધુરતાને ઉપગ ન્યાયપરાયણતાથી વિશુદ્ધ થતું, અને આમ ધર્મ દિત્યનું અપર નામ મેળવ્યું હતું તે પરમ માહેશ્વર શિલાદિત્ય હતું. તેને અનુજ, તેને પાદાનુધ્યાત, ઉપેન્દ્રના વડીલ બધુસમાન પ્રેમાળ વડીલ બધુની અભિલાષિત રાજ્યસત્તા ધારનારધુરિ ધારનાર વૃષભ જેમ અબ્ધ ઉપર કંઈક મહાન્ વસ્તુ ધારે છે તેમ નિજ બધુની આજ્ઞાનું પાલન ફક્ત આનન્દ કરનાર, અને તેમ કરતાં આનન્દ અથવા મેહના પ્રેમ વડે તેવા ગુણોને ઘટાડે ન થવા દેનાર, જેનું ચિત્ત, તેનું પાદપીઠ નિજ પ્રતાપથી શરણ થયેલા અનેક નૃપના મુગટના મણિના પ્રકાશથી આવૃત હતું છતાં મદ અથવા અન્ય તરફ હલકાઈથી વર્તવાના શેખથી મુકતા હતું, જેના શત્રુઓને પણ તેઓ વિખ્યાત બળ અને મદવાળા હતા છતાં શરણ સિવાય તેના બળ સામે થવાને માર્ગ ન હતા, જે જગત સુગંધિત કરનાર અનેક ગુણે વડે કાલિની લીલાના પ્રસારની સામે અતિ બળથી થતું. જેનું હૃદય અલ્પ જનેના સર્વ દેષથી અપર્શિત અને ઉમદા હતું, જે વિખ્યાત વિકમ અને શસ્ત્રકળામાં નિપુણ હોવાથી તેને વેચ્છાથી ભેટતા શત્રુ નૃપના મંડળની રાજ્યલમી વડે શૌર્યસંપન્ન જનેમાં પ્રથમ પદ પ્રાપ્ત કરતા તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ હતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનેનાં હૃદય અતિ રંજતે, જેણે ગુણસંચય અને દાનમાં ઉદારતાથી શત્રુઓના મરથને પરાજય કરવાની યુક્તિ શાળા કહાડી, જે અનેક શાએ, કળા, અને લેકચરિતથી પૂર્ણ પરિચિત હોવાથી હૃદયમાં ગંભીર વિચારવાળો હોવા છતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy