SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૭૦ ધરસેન ૪થાના દાનપત્રનું બીજું પતરું સંવત્ ૩૨૬ માઘ વદ ૫ ભાવનગરથી પ્રસિદ્ધર્તાને બે તામ્રપત્રના બીજા અર્ધભાગ અનુવાદ માટે મોકલવામાં આવ્યા હતા, જે પૈકીનું આ પતરું છે. પતરાનું માપ ૧૨”x૧૦” છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, જે કે જમણી બાજુને ખુણે ફક્ત ખંડિત થયે છે. બીજું પતરું જે હાનું છે તેને ઘણું જ નકશાન થયું છે અને તેમાં અક્ષરે અસ્પષ્ટ છે. તે બીજા પતરાને દાતા શીલાદિત્ય 1 લે (ધર સેન બીજાને પુત્ર અને ઉત્તરાધિકારી ) છે. આ પતરાને દાતા, ઈ. એ., ૧ ના પા. ૧૪ મે પ્રસિદ્ધ કરેલ અનુવાદમાં છે તેમ, ધરસેન ૪ થે છે. તારીખ પણ એ જ છે, એટલે કે સં. ૩૨૬ છે. ફક્ત માસ આ પતરાંમાં આષાઢને બદલે માઘ છે. પ્રથમ સાડાનવ પંક્તિઓને અનુવાદ કરેલ નથી, કારણ કે તેમાં આપેલું રાજાઓનું વર્ણન વલભીનાં બીજાં દાનપત્રોના એવા જ ભાગની સાથે મળતું આવે છે. આ પતરૂં અને ઉપર કહેલું શીલાદિત્ય ૧ લાનું બીજું પતરૂં બન્ને જે કે ખંડિત અને શબ્દલોપવાળાં છે, છતાં ઘણાં જ જાણવા લાયક છે. અત્યાર સુધી ઉપલબ્ધ વલભી પતરાંઓમાં બ્રાહ્મણને ભૂમિદાન આપ્યાની નોંધ છે. પરંતુ આ બને પતરાંઓમાં બૌદ્ધમઠ અથવા વિહારને દાન કર્યાની નોંધ છે. આ પતરામાં મંત્રી સ્કન્દ ભટથી બંધાવેલ એક વિહારને યોજાવક ગામ દાનમાં અર્પણ કર્યું છે, જે કદભટ એક ધાર્મિક બૌદ્ધ હોય એમ જણાય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વલભી રાજાઓ બ્રાહ્મણોની પેઠે બૌદ્ધોને પણ આશ્રય આપતા હતા. બ્રાહ્મણુધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મને પ્રચાર વલભી રાજાઓના રાજ્યમાં હતો તેમ જ મૂર્તિપૂજા પણ ધર્મનું એક અંગ હતી. ૧ ઈ. એ. ડો. ૧ પા. ૪૫ -ભાંડારકર ૯ ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy