SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख હદમાં દશ અપરાધ કરનારાઓ ઉપર નાખેલે દંડ વસુલ કરનાર એવો છે. કોઈ કોઈ વાર આ હકક દાન લેનારને આપવામાં આવતું હતું. (જુવે. તરાપરયં-ને દાનને લગતા હકકોમાં બતાવ્યું છે. ) દૂતક અથવા આ દાનને અમલકરનાર અધિકારી ચિમ્બિર છે. અને લેખક, સંધિ અને વિગ્રહને મંત્રિ અંદભટ છે. આ અધિકારી એ ઘણુ લાંબા સમય સુધી, ગુહસેનને રાજ્યના ઉત્તર ભાગથી ઘરસેન રાજાના અંત સુધી, એ અધિકારને ઉપભેગ કર્યો લાગે છે. લેખમાં બતાવેલાં સ્થળામાં, વલભી એ ભાવનગરથી વાયવ્ય કોણમાં ૧૮ મૈલ ઉપર આવેલું હાલનું વળા કહી શકાય. આનર્તપુર એ, સુવિખ્યાત નાગર બ્રાહ્મણ જ્ઞાતિનું વતન ઉત્તર ગુજરાતમાં આવેલા હાલના વડનગરનું જૂનું નામ આનંદપુર એ જ મનાય છે. નવાનગર સ્ટેટના એક ખવાસગિરાસદારના મુખ્ય શહેર બરણ અને આંબરેણું એ બન્ને વચ્ચે બહુ જ મળતાપણું છે. પરંતુ ઈષિકાનક ગામ એળખી શકાતું નથી. પણ આંબરેણું સ્થળ કાઠિવાડ કરતાં ગુજરાતમાં હોવાને વધારે સંભવ છે. - તિથિનું વર્ણન ( હલ) ૧૫ તરીકે કરેલું છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ જાણવાલાયક છે. મેં ઉપર કહ્યું છે તેમ, તે જ તારીખનાં બીજાં પાંચ દાનમાં, તથા બીજાં, માસ અને વર્ષ જુદાં હોય એવાં દાનપત્રોમાં પણ એ આવે છે. તેનો અર્થ કૃષ્ણપક્ષને ૧૫ મે દિવસ, એટલે અમાવાસ્યા એ જ છે. હાલના સમયમાં આપણે તે દિવસ વદ્ય (અથવા બાહુલ) ૩૦ એ રીતે બતાવીએ છીએ. જ્યારે પ્રાચીન સમયમાં પખવાડી અને છેલ્લે દિવસ શ૦ ૧૫ અને બ, ૧૫ એ પ્રમાણે બતાવતા હતા, એવું જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy