SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૩૮ ઘરસેન ૨ જાનાં ઝરનાં તામ્રપત્રો ગુ. સં. ૨પર (ઈ. સ. ૫૭૧-૭૨ ) ચિત્ર વ. ૫ કાઠિયાવાડના અમરેલી પરગણામાંના ઝર ગામમાંથી મળેલાં ધરસેન ૨ જાનાં ગુ. સં. ૨પર ( ઈ. સ. પ૭૧-૭૨ )નાં તામ્રપત્રોની પ્રતિકૃતિ, અક્ષરાન્તર અને ભાષાન્તર કર્નલ. જે. ડબ્લ્યુ વોટસન પોલીટીકલ એજન્ટ કાઠિયાવાડ મારફત ભાવનગરના મી. વજેશંકર ગેરીશકર ઓઝા તરફથી મને મળ્યાં હતાં. તે પતરાં મી., વજેશંકરને મળ્યાં હતાં અને તે તેમની પાસે છે. આખાં તામ્રપત્ર પ્રસિદ્ધ કરવાં કાંઈ જરૂર નથી પણ તેનું ટુંક વર્ણન આ નીચે આપું છઉં. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૧”x૪” છે. તેઓ સુરક્ષિત છે. પહેલા પતરામાં ૧૬ પતિ અને બીજામાં ૧૮ પંક્તિઓ છે. લીપિ તે વખતના વલભી પતરાંની જ છે અને ભાષા સંસ્કૃત છે. આ ઇંડીયન એન્ટીકરીમાં પ્રસિદ્ધ થએલ આ જ રાજનાં સં. ૨૫૨ નાં ત્રણ તામ્રપત્ર (વે. ૭ પા. ૬૮, વ. ૮ પા. ૩૦૧, . ૧૩ પા. ૧૬૦ ) ની માફક જ વંશાવલી વિભાગ છે, તે પણ નીચેના છેડા ભાગો સાચે પાઠ ચક્કસ કરવાને જરૂરના હોઈ નીચે આપું છઉં. પંક્તિ ૩ સેનાપતિ ભટાર્ક. , ૪ તેને દીકરે સેનાપતિ ધરસેન હતા. , ૭ તેને નાનો ભાઈ મહારાજા દ્રાણસિંહ હતો. , ૯ તેને નાને ભાઈ મહારાજા ધ્રુવસેન હતા. , ૧૦ તેને નાનો ભાઈ મહારાજા ધરપટ્ટ હતે. , ૧૫ તેને દીકરે મહારાજા ગુહસેન હતે. , ૧૯ તેને દીકરો સામન્ત મહારાજા શ્રી ધરસેન હતો. આ ધરસેન કુશળ હોઈને વલભીમાંથી પિતાના આયુક્તક વિગેરે અમલદારને હુકમ કરે છે કે બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિ એમ પંચમહાયના પોષણ માટે બ્રહ્મદેવ તરીકે દાન આપેલ છે. તે દાન બ્રહ્મપુરના રહેવાસી ભાર્ગવ ગોત્રના અને મૈત્રાયણક માનવક શાખાના બ્રાહ્મણ હરને આપવામાં આવ્યું છે. દાનમાં નીચે મુજબ આપેલ છે. (૧) બિલખાત સ્થલીમાં દીપનક પેઠમાં વટગ્રામ (પ. ૨૨ ) ( ૨ ) બિલખાતની ઉત્તર સીમમાં પારાવર્ત જમીન. તે ભટાર્ટમેદની ઉત્તરે, રાફડાની પૂર્વે અને અપ્રિલિક વહુની પશ્ચિમે હતી. (૩) તે જ વિભાગમાં આસપાસની ૨૫ પાદાવત જમીનસહિત વાવ. (૪) ઝરી સ્થલીમાં વેલા પટ્રકની પૂર્વ સીમામાં રાજમાર્ગથી દક્ષિણે, ઝઝઝકના ક્ષેત્રની પૂર્વમાં, દધિકપકની સીમાઓના સંગમથી પશ્ચિમે અને બ્રામરકય ગ્રામના રહેવાસી ખડકના ક્ષેત્રથી ઉત્તરે ૧૬૦ પાદાવર્ત જમીન. ( ૫ ) તે જ ગામની દક્ષિણ સીમમાં ૨૫ પાદાવર્ત જમીન. પંક્તિ ૨૮ થી ૩૨ માં દાનને અવરોધ વિગેરે ન કરવા માટેની આજ્ઞાઓ તથા શાપસૂચક બે શ્લેકે છે. પંક્તિ ૩૩–દૂતક ચિરિ હતો અને લેખક સંધિવિગ્રહાધિકૃત સ્કન્દ ભટ હતો. પછી સાલ નીચે મુજબ આપેલ છે; ૨પર ચત્ર વ. ૫. મહારાજા ધરસેનના હસ્તાક્ષર છે. ૧ ઈ. એ. વ. ૧૫ ૫. ૧૮૭ છે, કલી, ભા. પ્રા. સં. ઈ. પા. ૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy