SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૩૬ ગુહસેનનાં તામ્રપત્રો સંવત ૨૪૮ આશ્વિન વદ ૧૪ ગુહસેનનું દાન ૧૪ અને ૯” નાં બે પતરાંઓ પર કાતર્યું છે. કડી અને મુદ્રા જે બન્ને પતરાંઓને જોડાએલાં રાખતાં હતાં તે સાચવેલાં છે અને મુદ્રા “ શ્રીભટાર્કક' લખાણ સહિત બેઠેલા વૃષભનું હંમેશનું નિશાન બતાવે છે. મુદ્રા તેના સ્થાનમાંથી બળથી તેડી લીધેલી છે તેથી કડીના કાણા આગળના પતરાના ભાગેને ઈજા થઈ છે. અને પતરાંઓ ઘટ્ટ કાટથી ઢંકાએલ છે. પતરા ૧ લા ઉપર ઘણા જ થોડા શબ્દો વંચાય છે. પણ તેઓ એટલું જણાવવા પૂરત છે કે આ દાનપત્ર વલભીમાંથી લખાયું હતું અને પહેલું પતરું ધ્રુવસેન ૧. અને ધરસેન ૨ નાં દાનપત્રોમાંથી પરિચિત છે તે પ્રમાણે, ભટ્ટારકથી ધરપટ્ટ સુધી વંશાવળી સિવાય કંઈ બીજું દર્શાવતું નથી. પત બીજ દાન દેનાર ગુડસેનના વર્ણનના છેલા ભાગથી શરૂ થાય છે. ત્યાં સર્વથી મહત્વનો હેવાલ આવે છે. કારણ કે પંક્તિ માં શ્રીમાન ગૃપ ગુહસેન પરમપાસક, બુદ્ધને પરમભક્ત છે, જેમાંથી જણાય છે કે આ નૃપ ખરેખર બુદ્ધિપંથમાં બદલાઈ ગયો હતો. પહેલાં પ્રકટ થએલા દાનપત્રમાં (ઈ એ. વૉ. ૪ પાનું ૧૭૪ ) તે હજુ પણ શિવમત પિતાને કહેતે અને પિતાને પરમ માહેશ્વર કહેડાવતે. | દાનનું પાત્ર, ( પંક્તિ ૬-૭ ), રાજસ્થાનીય શૂરને (પંક્તિ ૭) અર્પણ થએલા ભટારક વિહારના સમીપમાં શ્રી મિક્સાએ બાંધેલા અન્યન્તરિકા વિહારમાં વસતા, અને ( હીનયાનના ) ૧૮ મતના અભ્યાગત ભિક્ષુકોને સંઘ છે. ભટારક એ વેચાણ જે તદ્દન નકકી હોય તે વલભી વંશ સ્થાપનાર બુદ્ધમતને સહાય આપતે તે સાબિત થાય, તેથી તે કંઈક મહત્વનું થઈ પડશે આ “ ભટારક વિહાર” “રાજસ્થાનીય શૂરાય પ્રસાદીકૃત ” એ જણાવે છે તેમ પાછળથી તેના મૂળ આશયથી બદલાઈ ગયે હવે જોઈએ. મિમ્મા, ખરેખર, ધ્રુવસેન ૧ અને ગુહસેનનાં પૂર્વ પ્રકટ થએલાં દાનપત્રોમાં જેનું નામ આવે છે તે શ્રી દુહા સમાન બૌદ્ધ બ્રહ્મચારિણી હતી. - દાનની વસ્તુ વટથીવાળવવદુરાગ્રામે શ્વિરામરિપકવાસવાશ્વ (પંક્તિ ૫) છે, જેને અર્થ હું પ્રયોગ તરીકે વટસ્થલીકોપ્રાય(?)ને બહુમૂલા ગામમાં ચેડવક ગેપક, કણબી શ્યામ|ર અને દાસક અસ્ત્રથી આપવાની ઉપજ (આય એમ કરું છું. તિથિ અને સંવત કદાચ ર૬૮, આશ્વયુજ વદિ ૧૪ છે. પણ બીજું ચિહ્ન જનરલ કનિંગહામે ૪૦, અને પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી અને પ્રોફેસર ભાડારકરે ૫૦ વાંચેલ છે. ઈ. એ. વી. ૪ પાનાં ૧૭૪ માં તેને ૬૦ વાંચવાનું પસંદ કરવા માટેનું કારણ આપ્યું છે. હું માનું છું કે આ સવાલ માટે વધુ વિચાર જરૂર નથી, પણ તેનો નિર્ણય કરવા વધારે દાનÈત્રો જોઈએ છે. છેલ્લું ચિહ્ન પ્રો. ભાંડારકરે ૬ માટે ગયું છે. પણ ૬ માટે જુદુ ચિહ્ન છે. પંડિત ભગવાનલાલે હારી સાથે ગયે વર્ષે કરેલી આ વિષયની ચર્ચાથી મહારૂં “વંચાણું સૂચવાયું હતું. ગહસેન નૂપે તેનાં શાસન આપેલા રાજપુરૂષોમાં બીજાં દાનપત્રોમાં નહી દર્શાવિલા બે રાજપુરૂષ છે--- . અનcપન્નાદાન સમુદ્રગ્રાહક અને શૌકિક. પાછળના શુલ્ક અથવા કર ઉઘરાવનાર જકાત ખાતાના અધિકારીએ કદાચ છે. બીજી રાજપુરૂષ જેને આપણું દાન છે વખત ગણાવે છે તે “રાજસ્થાનીય’ માટે ક્ષેમેન્દ્રના લેકપ્રકાશમાં કેટલીક હકીકત મળી છે. ત્યાં કહ્યું છે કે-- પ્રક. ૪ (શરૂઆત) प्रजापालनार्थमुद्वहति रक्षयति स राजस्थानीयः ।। જે પ્રજાપાલનને હેતુ પૂર્ણ કરે છે અને તેમને રક્ષે છે તે રાજસ્થાનીય કહેવાય છે. ૧ ઇ. એ. . ૫ ૫, ૨૦૬ છે. મ્યુલર ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy