SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ गुहसेननुं वळानु ताम्रपत्र ભાષાન્તર' તેને પુત્ર, જેણે શત્રુઓના સમદ ગજનાં કુષ્મ ભેદીને આત્મબળ પ્રકાશિત કર્યું હતું, જેના પાદનખનાં કિરણે પિતાના પ્રતાપથી નમેલા શત્રુઓના મુગટમણિની કાન્તિ સાથે ભળી જાય છે, જેણે સકળ સ્મૃતિમાં નિર્મલા માર્ગનું કાળજીથી પાલન કરીને જનોનાં હૃદય અનુરંજિત કરી, રાજ ( હૃદય હરનાર) શબ્દને અર્થ સત્ય કર્યો છે, જે સૂપમાં કામદેવ, કાન્તિમાં ઈન્દુ, સ્થિરતામાં ગિરીશ, ગાંભીર્યમાં સાગર, બુદ્ધિમાં બૃહપતિ કરતાં અધિક છે, શરણુગતને અભયદાન આપવામાં પરાયણ હોવાથી જે પિતાના હિત માટે તૃણ સરખી પણ દરકાર રાખતું નથી, જે વિદ્વાનો અને પ્રણયી મિત્રોનાં હદય, પ્રાર્થના કરતાં અધિક ધન આપી, રંજે છે, જે અખિલ ભુવનને સાક્ષાત્ આનંદ હતું, તે પરમ માહેશ્વર, મહારાજ શ્રી ગુહસેન કુશળ હાલતમાં, રાજય સાથે કોઈ પણ સંબધ ધરાવતા સર્વ આયુક્તક, વિનિયુક્તક, દ્રાંગિક, મહાર, ચાટ, ભટ, ધુવાધિકરણિક, દડુગિક, દ્ધરણિક, રાજસ્થાનીય, કુમાર, અમાત્ય આદિને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે મારા માતાપિતા અને મારા માટે આ લેકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થ, ભગવતી દુહાએ કરેલા અને ... ... ... ... વચ્ચે આવેલા દુડાના વિહારમાં ૧૮ શાખાના સર્વ દિશામાંથી આવતા શાક્ય ભિમુસંઘને, આજારી આદિ જનોનાં અન્ન, વસ્ત્ર, આસન ઉપાય અને ઓસડ માટે નીચેનાં ચાર ગામે – આનુમંછ અને પિપલરૂખરી વચ્ચે આવેલું સમીપટ્ટા)વાટક મન્ડલીગમાં સંગ માનક, તથા દેnકહારમાં નદીય અને ચસ્તરી, ... ... ... ...સહિત, ... ... ... ... સહિત, લીલી અને સુકી ઉત્પત્તિની આવક સહિત, અન્ન અને સુવર્ણ, અને વેડના હકક સહિત, ભૂમિ - ચ્છિદ્રના ન્યાયથી, પાણીના અર્થથી ( દાનને અનુમતિ આપી ) મેં આપ્યાં છે. આથી ભગવાન શાય-ભિક્ષુસંઘની સાથે સંબંધ ધરાવનારે કોઈ પણ આ ગામની જ્યારે ખેતી કરે અથવા ખેતી કરાવે ત્યારે કેઈએ પણ પ્રતિબન્ધ કર નહિ. અને અમારા વેશન ભાવિ ભદ્ર કૃપાએ, ઐશ્વર્ય અસ્થિર છે, મનુષ્ય અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (સર્વ રક્ષનારને ) સામાન્ય છે, એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. જે તે હરી લેશે અથવા તે હરી લેવામાં અનુમતિ આપશે તે પાંચ કુકમને દંડ મેળવશે અને ત્રણ (જાતનાં ) જીવિતમાં પંચમહાપાપ અને અન્ય અ૯૫ પાપને દેશી થશે. અને કહ્યું છે કે નૃપના દારિદ્રયના ભયને લઈને ધર્મ અર્થે આપેલું જે નિમય અને વાન્ત અન્ન સમાન છે તે ક્યાં સુજન પુનઃ હરી લેશે ? સગર આદિ બહુ કૃપાએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જે સમયે જે ભૂપતિ, તેને તેનું ફળ છે. મારા સ્વમુખે દેવાએલી આજ્ઞા : મારા, મહારાજ ગુહસેનના સ્વહસ્ત. સંધિવિગ્રહાધિકરણધિકૃત સ્કન્દભટથી લખાયું. સં. ૨૪૬ ૧ ઈ. એન્ટી. . ૪ ૫. ૧૭પ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy