SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧0 કાર્ડ-૩ – ગાથા-૩૫-૩૬ સન્મતિપ્રકરણ જ સમયમાં દેવભવનો નાશ અને મનુષ્યભવનો ઉત્પાદ આ બન્ને એકી સાથે એકસમયમાં થાય છે. તેથી અભિન્નકાલવર્સી પણ છે. આ રીતે વિક્ષિત એક પર્યાય વિચારીએ ત્યારે ભિન્નકાલવર્તી અને પૂર્વાપર થતા બે પર્યાય સાથે વિચારીએ ત્યારે ઉત્પાદ-વિનાશ અભિન્નકાલવર્તી છે આમ ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો પરસ્પર અભિન્નકાલવતી પણ છે અને ભિન્નકાલવત પણ છે આ વાત સિદ્ધ કરી. એવી જ રીતે “ઘટપર્યાય” લઈએ તો ઘટ બને ત્યારે ઉત્પાદ અને ઘટ ફુટે ત્યારે વિનાશ, આ ભિન્નકાલવત થયા. તથા મૃર્લિંડનો નાશ અને ઘટપર્યાયની ઉત્પત્તિ આમ બે પર્યાય સાથે વિચારીએ ત્યારે અભિન્નકાલવત છે. અહીં સુધીની આ ચર્ચા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો પરસ્પર ભિન્નકાલ વાત છે કે અભિન્નકાલવતી છે તેના સંબંધમાં કરી. બે પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્નના ઉત્તરની આ ચર્ચા કરીને હવે બીજા પ્રશ્નના ઉત્તરની વિચારણા કરીએ. ટીકાનો આંશિક પાઠ ત્રયોડયુત્પાદ્ર-વિામ-સ્થિતિવમાવા: પરસ્પતોડાની , यतो न घटादेरुत्पादसमय एव विनाशः, तस्यानुत्पत्तिप्रसक्तेः । नाऽपि तद्विनाशसमये तस्यैवोत्पत्तिः , अविनाशापत्तेः । न च तत्प्रादुर्भावसमय एव तत्स्थितिः, तद्रूपेणैवावस्थितस्यानवस्थाप्रसक्तितः प्रादुर्भावायोगात् । ___न च तद् भिन्नमेवास्तु, तत्रितयविकलस्य तस्य तथाऽनुपलब्धितोऽसत्त्वात् । न चैकस्य द्रव्यस्याभावादनेकान्ताभावप्रसक्तिः, यतोऽभिन्न-कालाश्चोत्पादादयः । न च कुशूलविनाशघटोत्पादयोर्भिनकालता, अन्यथा विनाशात् कार्योत्पत्तिः स्यात्, घटाद्युत्तरपर्यायानुत्पत्तावपि प्राक्तनपर्यायध्वंसप्रसक्तिश्च स्यात् । अत एव अर्थान्तरमनर्थान्तरं चोत्पादादयो द्रव्यात्, तद्वा तेभ्यस्तथेति प्रतिज्ञेयम् । यद्वा देशादिविप्रकृष्टा उत्पत्ति-विनाश-स्थितिस्वभावा भिन्नाभिन्नकाला अर्थान्तरानर्थान्तररूपाः द्रव्यात् = द्रव्याव्यतिरिक्तत्वादित्यर्थः । अन्यथोत्पादादीनामभावप्रसक्तेः, तेभ्यो वा द्रव्यमर्थान्तरानन्तरम् द्रव्यत्वात् । હવે ધર્મી (એવા દ્રવ્ય)થી આ ત્રણે ધર્મો કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે.તે સમજાવીએ છીએ. (૧) કોઈ પણ વિવક્ષિત ધર્મીદ્રવ્ય સંખ્યામાં એક છે. અને ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય આ ધર્મો ત્રણ હોવાથી સંખ્યામાં બહુ છે. માટે કથંચિત્ ભિન્ન છે. જેમ ધર્મી ઘટ એક, અને તેના ધર્મો ઉત્પાદાદિ બહુ. (૨) ઘટ-પટ આદિ વિવક્ષિત દ્રવ્યને ધર્મી કહેવાય છે અને ઉત્પાદાદિને ધર્મો કહેવાય છે. આમ સંજ્ઞાથી (નામથી) ભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy