________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૭
૨૩૧ ભેદ હોવા છતાં પણ દ્રવ્યભેદે ભેદ નથી પણ અભેદ છે. માટે સર્વત્ર આ રીતે ભેદભેદ જાણવો. સોનાના કડા-કુંડલ અને કેયુરમાં પણ તે તે અલંકારભેદે ભેદ હોવા છતાં સુવર્ણદ્રવ્ય સ્વરૂપે અભેદ પણ સાથે સાથે રહેલો જ છે.
આ રીતે વર્તમાનમાં કોઈ પણ પ્રકારના પર્યાયને પ્રાપ્ત થયેલું દ્રવ્ય, પોતાના અતીત અને અનાગત પર્યાયોથી પર્યાયસ્વરૂપે ભિન્ન પણ છે. છતાં દ્રવ્યપણે અભિન્ન પણ છે. તથા વર્તમાન કાલમાં વર્તતા એક સરખા પર્યાયવાળા અનેક પદાર્થોમાં પણ એકગુણ-દ્વિગુણત્રિગુણ રૂપે ગુણોને આશ્રયી અનંતપ્રકારના ભેદ પણ છે. છતાં સરખા આકાર સ્વરૂપે અભેદ પણ છે. પદાર્થોનું પરિણામિકભાવે આવું સ્વાભાવિક સ્વરૂપ જ છે કે જ્યાં ઉર્ધ્વતાસામાન્યથી ત્રણેકાલના પર્યાયોમાં દ્રવ્ય તેનું તે જ છે અર્થાત્ દ્રવ્ય આશ્રયી અભેદ છે. ત્યાં જ પૂર્વાપર કાલ વત પર્યાયોમાં પર્યાય આશ્રયી ભેદ પણ છે જ. તથા એક જ કાલે એક સરખા પર્યાયવાળા તિર્યક સામાન્યયુક્ત અનેક પદાર્થોમાં (અનેક ઘટમાં, અનેક કુંડલમાં, અનેક ગાયમાં) અભેદ (સમાનતા) હોવા છતાં પણ એકગુણ-દ્વિગુણ-ત્રિગુણ હીનાધિકતાને આશ્રયી ભેદ પણ (તરતમતા પણ) ચોક્કસ છે જ.
પદાર્થમાત્રનું સ્વરૂપ આવું સામાન્ય અને વિશેષાત્મક જ છે ભેદ-અભેદાત્મક જ છે. આવું સ્વરૂપ કોઈ ઈશ્વરાદિકે કર્યું નથી અને ઈશ્વરાદિક તેનો નાશ કરનાર પણ નથી. સ્વયં અનાદિનું પ્રત્યેક પદાર્થોનું સહજ - સ્વાભાવિક સ્વરૂપ છે અને સદા કાળ આવું જ સ્વરૂપ રહેશે. આને પરિણામિકભાવ કહેવાય છે. એટલે કે પારણિામિકભાવે સર્વે પણ પદાર્થો પ્રતિસમયે પરિણામી નિત્યપણે આવા પ્રકારના સ્વરૂપાત્મક છે.
ટીકામાં કહ્યું છે કે - પપરિતિમુનિયન પુરુષો ની વચ્ચે પરમવપ્રાદુર્ભાવે નિર્વર્તો भवति, तन्निभित्तस्य कर्मण उपादानात् । कोपपरिणाममापद्यमानस्य पुरुषस्ततः = परभवजीवाद विभजनीयो = भिन्नो व्यवस्थापनीयः । कार्यकारणयोर्मत्पिण्डघटवत् कथञ्चिद् भेदात्, अन्यथा कार्यकारणभावाभावप्रसङ्गात् । न चासौ ततो भिन्न एव, परस्मिन् भवे स्वयमेव पुरुषो भजनीयः = आत्मरूपतया अभेदेन व्यवस्थाप्यत इति भावः घटाद्याकारपरिणतमृद्रव्यवत् कथञ्चिद् भिन्न इत्यनेकान्तः ।
આ રીતે કોઈ પણ જીવદ્રવ્ય પ્રસન્નતા રૂપ શુભ અને ક્રોધાદિકષાય રૂપ અશુભ અધ્યવસાયપણે પરિણામ પામે છે. ત્યારે તે તે અધ્યવસાયને અનુસાર તે તે જીવદ્રવ્ય જ પોતાની ભાવિની સારી-નબળી પરિસ્થિતિનું સર્જન કરે છે. દેવ-નરકાદિ ગતિયોગ્ય આયુષ્ય કર્મ-નામકર્માદિ બાંધીને કાલાન્તરે ભાવિમાં તેવી તેવી ગતિ પામે છે. આ પ્રમાણે સર્જકાવસ્થા અને સૃજ્યમાણાવસ્થા કંઈક ભિન્ન ભિન્ન હોવા છતાં, બન્ને અવસ્થામાં અનુગામી દ્રવ્ય પણે તે સ્વયં એક દ્રવ્ય જ હોવાથી કથંચિ અભેદ પણ છે જ. અર્થાત્ સર્વત્ર ભેદાભેદ છે. આછા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org