________________
(૧૭)
ન્યાયાવતાર ગ્રંથમાં પ્રમાણોની ચર્ચા અને પરાર્થાનુમાનની વાત વિસ્તારથી સમજાવી છે. બત્રીસે બત્રીસિકાઓ હાલ ઉપલબ્ધ નથી. પરંતુ જે ઉપલબ્ધ છે તેમાં એકથી સાત બત્રીસિકામાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના ગુણોનું અને અતિશયોનું વર્ણન છે. આઠમી બત્રીસીમાં વાદકથાનું વર્ણન, નવમી બત્રીસીમાં બ્રહ્મતત્ત્વનું વર્ણન, દશમી બત્રીસીમાં જિનેશ્વરપ્રભુના ઉપદેશનું વર્ણન, બારમી બત્રીસીમાં ન્યાયદર્શનનું વર્ણન, તેરમી બત્રીસીમાં સાંખ્યદર્શનનું વર્ણન, ચૌદમી બત્રીસીમાં વૈશેષિકદર્શનનું વર્ણન, પંદરમી બત્રીસીમાં બૌદ્ધદર્શનનું વર્ણન, સોળમી બત્રીસીમાં નિયતિવાદનું વર્ણન, સત્તરમીથી છેલ્લી સુધીની બત્રીસીઓમાં જૈનદર્શનનું વર્ણન કરેલ છે. કલ્યાણમંદિરમાં પાર્શ્વનાથ પરમાત્માની સ્તુતિ છે. હવે સન્મતિપ્રકરણમાં શેનું વર્ણન છે ? તે કંઈક વિસ્તારથી જોઈએ.
સન્મતિપ્રકરણમાં જણાવેલ વિષય
આ સન્મતિપ્રકરણના ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં ૫૪ ગાથા, બીજા કાંડમાં ૪૩ ગાથા અને ત્રીજા કાંડમાં ૬૯ ગાથા છે. ત્રણે કાંડની મળીને કુલ ૧૬૬ ગાધા છે. પ્રથમ કાંડમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયથી જગતના સર્વે ભાવો સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. આમ સમજાવ્યું છે. કોઈપણ પદાર્થ સામાન્ય વિનાનો કે વિશેષ વિનાનો નથી જ. સર્વે પણ. પદાર્થોમાં જે સામાન્યાત્મક સ્વરૂપ છે તે દ્રવ્ય છે. અને જે વિશેષાત્મક સ્વરૂપ છે તે પર્યાય છે. આ રીતે દ્રવ્યાર્થિકનયથી સર્વે વસ્તુ ધ્રુવ અને પર્યાયથિકનયથી સર્વે વસ્તુ ઉત્પાદ-વ્યયવાળી છે. આમ સર્વે પણ પદાર્થો ત્રિપદીમય, સામાન્ય-વિશેષમય, દ્રવ્ય-પર્યાયમય છે. આ વિષય સારી રીતે ચર્ચેલો છે.
બીજા કાંડમાં કેવલીપરમાત્માને કેવલજ્ઞાનનો ઉપયોગ અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર હોય કે એકસમયમાં જુદા જુદા બન્ને ઉપયોગ હોય કે એકસમયમાં અભેદોપયોગ હોય ? તેની લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. જગતના ભાવો સામાન્યધર્માત્મક અને વિશેષધર્માત્મક છે. એટલે તે બન્ને પ્રકારના ધર્મોને જોનારીજાણનારી આત્માની ચેતનાશક્તિ દર્શન અને જ્ઞાનના નામે બે પ્રકારની છે. તેની આ ચર્ચા છે.
ત્રીજા કાંડમાં સ્થાને સ્થાને અનેકાન્તવાદ સમજાવવામાં આવ્યો છે. બૌદ્ધસાંખ્ય-મીમાંસક-નૈયાયિકાદિ દર્શનકારોની દૃષ્ટિ એકાન્ત તરફ હોવાથી મિથ્યા છે અને અનેકાન્તદૃષ્ટિ જ સમ્યક્ છે. તે અનેક પુરાવાપૂર્વક પુરવાર કર્યું છે. ભગવાનની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org