SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ સરળખુદથી શ્રી ગુલાબચંદભાઈનું જૈન સંસ્થાઓ દ્વારા જાહેર સન્માન કરવાનો કાર્યક્રમ જા તે સેનામાં સુગંધ ભળ્યા જેવું બન્યું. શ્રી ગુલાબચંદભાઈને સમાન-પત્ર અર્પણ કરવાના આવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું એ જાણીને હું ખૂબ ખૂબ ખુશી થયા હતા. જૈન” પત્ર સાથેના મારા નિકટના સંબંધને કારણે, ત્રણેક દાયકાથી તે હું શ્રી ગુલાબચંદભાઈને સારી રીતે જાણું છું. તેઓ નિરંતર કામ કરવામાં જ માને છે અને નામના કે કીતિની લાલસાથી હમેશાં દૂર રહે છે. અત્યારના પત્ર સંચાલકમાં ભાગ્યે જ જોવા મળતા સરળતા, નમ્રતા, વિવેકશીલતા, ઓછાબોલાપણું, અભિમાનને અભાવ વગેરે ગુણે એમનામાં છે અને એના લીધે જ મારે એમની સાથે સંબંધ આટલા વખત સુધી નભી શકે છે, એમ હું માનું છું. એમને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું, એ મેળાવડાની બાબતે મને વિશેષ નોંધપાત્ર લાગી છે. એક તે, ૩૪ જેટલી સંસ્થાઓ તરફથી આપવામાં આવેલ સન્માનપત્રમાં જેમ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધના તપગચ્છ, ખરતરગચ્છ, અચળગચ્છ તથા પાયચંદગચ્છની સંસ્થાઓને સમાવેશ થાય છે, તેમ દિગંબર, સ્થાનકમાગી અને તેરાપંથી સંસ્થાઓને તથા શ્રી ભારત જૈન મહામંડળને પણ સમાવેશ થાય છે. આવી કદરદાની એ “જૈન”ને માટે વિશેષ ધન્યતાની બાબત બની રહે એ સ્વાભાવિક છે. આ મેળાવડાની બીજી આનંદ ઉપજાવે એવી વાત એ છે કે એમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી સહિત અનેક આગેવાનોએ “જૈન”ની સેવાઓને બિરદાવવાની સાથે એની ઉપયોગિતા તરફ અંગુલી નિર્દેશ કર્યો હતે, એટલું જ નહીં, પણ એથી આગળ વધીને, એમણે જૈન” પત્ર આર્થિક રીતે ભગભર બને એવી કેઈક યોજના સમાજે હાથ ધરવી જોઈએ, એવી સમથી રજૂઆત પણ કરી હતી. આ બધા ઉદગારેમાં “જૈન” પત્ર પ્રત્યેની મમતાની અને એ નિશ્ચિતપણે ચાલુ રહે એવી ચિંતાની લાગણી વ્યકત થતી હતી. આ બધું જોઈને હું બહુ રાજી થયે છું. પિણે વર્ષની ઉંમર વટાવી ચૂકેલા શ્રી ગુલાબચંદભાઈને, પિતાની લાંબા સમયની સેવાઓની આવી ઉમળકાભરી કદર થયેલી જોઈને, આત્મસ તેષ અને આનંદ થાય એ સહજ છે. આ સમારોહમાં સૂચવવામાં આવ્યા પ્રમાણે “જૈન” પત્રને આર્થિક રીતે નિશ્ચિત કરવાની કેઈજના ઘડીને એને અમલ કરવામાં આવશે તે એથી “જૈન” પત્રને તથા જૈન સમાજને–એમ બન્નેને ઘણો લાભ થશે, એમાં શક નથી. તા. ૧૩-૬-૭૬ અમદાવાદ-૭ નૈતિલાલ દીપચંદભાઈ દેસાઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy