SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂપતિ નિરોગી થયો, પંચસયાં ગામ દીધા રે; તે મહિમાથી બહુ જશે, નિશિ ભોજન વ્રત લીધાં રે. શ્રીપુંજ શ્રીધર અનુક્રમે, સૌધર્મે થયા દેવા રે; રાજાદિક પ્રતિ બુઝીયા, ધર્મ કરે સય મેવા રે. નર ભવ તે ત્રણે પામીયા, પાલી સંયમ સુધા રે; શિવસુંદરીને તે વર્યા, થયા જગત પ્રસિદ્ધા રે. Jain Educationa International 11611 ઈમ જાણી ભવિ પ્રાણીયા, નિશિ ભોજન વ્રત કીજે રે; શ્રી જ્ઞાનવિમલ ગુરૂ નામથી, સુજસ સોભાગ લહીજે રે ।।૧૦। સજ્ઝાયની સમીક્ષા ૧૨૦ ||૮|| કવિ જ્ઞાનવિમલસૂરિએ રાત્રિભોજનની સજ્ઝાયની રચના ચાર ઢાળમાં કરી છે. રાત્રિભોજન ત્યાગ, રાત્રિભોજનના દોષોની માહિતી જૈન દર્શનના સંદર્ભમાં આપી છે. જૈનેત્તર દર્શનમાં રાત્રિભોજનના ત્યાગનો ઉલ્લેખ થયો છે. તેની માહિતી પણ દર્શાવી છે. તદુપરાંત રાત્રિભોજનના ત્યાગ માટેનો આધારભૂત ગ્રંથ પડિક્કમણા સૂત્ર વૃત્તિ છે. જૈન કવિઓએ પોતાની રચનામાં મોટેભાગે આગમ અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સંદર્ભ આપીને વાચકવર્ગને કાવ્યગત વિચારોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય, દૃઢ થાય એવી ભાવનાનો પરિચય થાય છે. ત્રીજી ઢાળનાં ભદ્રક શ્રાવકનું દૃષ્ટાંત કથાકાવ્યનો અનેરો આસ્વાદ કરાવીને રાત્રિભોજન વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે. રાત્રિભોજન અંગેના કવિના વિવિધ વિચારો નીચે જણાવ્યા પ્રમાણે છે. સાધુ જીવનમાં પાંચ મહાવ્રત ઉપરાંત છઠ્ઠું રાત્રિભોજન વ્રત દીક્ષા પ્રસંગે આપવામાં આવે છે. કવિએ આરંભમાં ગુરૂને પ્રણામ કરીને સજ્ઝાયના વિષયની માહિતી આપતાં જણાવ્યું છે કે For Personal and Private Use Only ૫૫૯૫૫ www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy