SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ स्ववाक्पाकेन यो वाचां पाकं शास्त्यपरान् कवीन् । कथं हरिहरः सोऽभूत् कवीनां पाकशासनः ॥ પ્રકરણ ૫] —સામેશ્વર૪૧ ૮૦. આ સમયના કવિઓમાં હરિહર એક વિશિષ્ટ વ્યક્તિ જણાય છે, કેમકે રત્નશેખરે ‘ પ્રબન્ધ્રકાશ ’માં તેને વિશેના આખા પ્રબન્ધ આપ્યા છે. વસ્તુપાળ પણ એની કવિતાનું સમાન કરતા હતા. ‘ પ્રબન્ધકાશ ’ અનુસાર,૪૨ સંસ્કૃત સાહિત્યના અત્યન્ત કઠિન છતાં કવિત્વમય મહાકાવ્ય • નૈષધીયચરિત ’(ઈ. સ. ૧૧૭૪ આસપાસ )૪૩ના કર્તા શ્રીહર્ષના વશમાં હિરહર થયેલા હતા. ‘ નૈષધીયચરત 'ની ગુજરાતમાં પહેલી હસ્તપ્રત હરિહર લાવ્યા હતા, અને વસ્તુપાળ દ્વારા એને અહીં પ્રચાર થયેા હતેા. પરિણામે ‘નૈષધીયચરત 'ની જૂનામાં જૂની ટીકાએ ગુજરાતમાં રચાયેલી છે. • પ્રબન્ધકાશ ’ માં હરિહરને વૃત્તાન્ત ૮૧. ‘ પ્રબન્ધકાશ ’ અનુસાર, રિહર એક સમૃદ્ધ વ્યક્તિ હતા અને સેા ધાડા, પચાસ ઊંટ અને પાંચસે। માણુસના રસાલા સાથે તે ગૌડ દેશમાંથી ગુજરાતમાં આવ્યા હતા. મામાં આવતાં તેણે ભૂખ્યાંને ઉદાર હાથે અન્નદાન આપ્યું હતું. ધેાળકા પાસેના ગામમાં આવી પહેાંચતાં તેણે ટુ મારફત વીરધવલ, વસ્તુપાળ અને સેામેશ્વરને પૃથક્ પૃથક્ આશીર્વાદ પાઠવ્યા. આવા વિદ્વાન પાતાના પ્રદેશમાં આવ્યા જાણી વીરધવલ અને વસ્તુપાળ પ્રસન્ન થયા, પણ સામેશ્વરે માત્સથી બટુ સાથે વાત પણ કરી નહિ. ખીજે દિવસે વીરધવલ અને વસ્તુપાળ સમાર ભપૂર્વક હરિહરનું સ્વાગત કરવા ગયા અને એક મહાલયમાં તેને ઉતારે આપ્યા. એ પછી હરિહર સભામાં આવતા અને સાહિત્યવાર્તા થતી. એક વાર વીરધવલે હરિહરને કહ્યું કે ‘ધોળકામાં મેં બધાવેલા વીરનારાયણુપ્રાસાદની ૧૦૮ શ્લાકની પ્રશસ્તિ સામેશ્વરે રચી છે તેની પરીક્ષા કરો. 'હિરહર સામેશ્વરના માત્સ ને કારણે કાપાયમાન હતા, એટલે તેણે કહ્યું : • આ શ્લોકા ભેજદેવે ઉજ્જયનોમાં બાંધેલા સરસ્વતીક ઠાભરણુ પ્રાસાદમાં મેં જોયેલા છે. જો વિશ્વાસ પડતા ન હેાય તેા હું પરિપાટીપૂર્વક ખેલી બતાવું છું તે સાંભળે.. આ પછી રિહર અસ્ખલિતપણે ક્રમપૂર્વક તે ખેાલી ગયા. રાણા ખિન્ન થયા અને વસ્તુપાળ આદિ સજ્જનાને વ્યથા થઈ. જેના ઉપર આમ 6 ઃ [ ૭૫ ૪૧. કીકી, ૧-૨૫ ૪૨. પ્રા, પૃ. ૫૮ અને આગળ ( ૪૩. પં. શિવદત્ત, નૈષધીચરિત, ’ પ્રસ્તાવના, પૃ. ૯-૧૩; કૃષ્ણમાચારિચર, કલાસ'લિ, પૃ. ૧૭૭-૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy