SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] વસ્તુપાળને કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી [૧ દસ માઇલ દૂર આવેલું વ્યાઘ્રપલ્લી અથવા વાઘેલ ગામ આનાકને કુમારપાળે એની સેવાઓના બદલામાં ઈનામ આપ્યું હતું, આથી આનાકના વંશજો ‘વાધેલા' તરીકે ઓળખાયા.૨૧ આનાંકે કુમારપાળની પછી ભીમદેવ બીજાના હાથ નીચે પણ રાજ્યસેવા બજાવી હતી, અને પાટણના ચૌલુકચ રાજ્યને સ્થિર કરવાના પ્રયત્નમાં તેણે મરણ સુધી સાથ આપ્યા હતા. આનાકને પુત્ર લવણુપ્રસાદ હતા અને લવણુપ્રસાદના પુત્ર વીરધવલ નામે હતેા. સાધનગ્રન્થેામાં મળતા વૃત્તાન્તા ઉપરથી જણાય છે કે આ પિતા પુત્ર—લવણપ્રસાદ અને વીરધવલ અમુક સમયે ધાળકામાં રાજ્ય કરતા હતા; જો કે વાઘેલાએએ ધેાળકામાં રાજ્ય કારે સ્થાપ્યું એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. ભીમદેવ બીજો, જે ઇતિહાસમાં ભેાળા ભીમદેવ તરીકે જાણીતા છે તે, એક નબળા રાજા હતા, અને માંડિલકાના કે પરરાજ્યેના આક્રમણથી ગુજરાતને બચાવવાને તે શક્તિમાન નહાતા. સ. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૪) ના અરસામાં તે જયંતસિંહ નામે એક સામંતે અણહિલવાડનું સિંહાસન પચાવી પાડ્યું હતું અને પેાતાના નામનું દાનપત્ર પણ આપ્યું હતું.૨૨ રાજ્યત્યાગ કરવાની ફરજ પડતાં ભીમદેવે કાઈ થળે આશ્રય લીધા હાવા જોઇએ. પેાતાના રાજ્યની શ્રી પુનઃસ્થાપિત કરવા માટે ભીમદેવે લવણપ્રસાદને પેાતાને સર્વેશ્વર નીમ્યા. લવણુપ્રસાદ અને વીરધવલ અમુક સમય માટે તે। અણહિલવાડની પૂર્વવત્ જાહેાજલાલી પાછી લાવવામાં સફળ થયા, પણ તેમણે અણહિલવાડનું રાજ્ય કબજે લેવાના વિચાર કદી કર્યું નહિ, અને જીવનના અંત સુધી ‘મહામડલેશ્વરા’ અને ‘રાણકા’ જ રહ્યા; જો કે તેમણે ધાર્યું હાત તે! સહેલાઈથી ‘મહારાધિરાજ' બની શકત.ર૭ રાજ્ય આમ ૨૧. ભાગ, પુ. ૧, ભાગ ૧, પૃ. ૧૯૮ ૨૨. બ્યુલર, ઇએ, પૃ. ૬, પૃ. ૧૮૭ અને આગળ. વળી જીએ નીચેનાં અવતરણા सततविततदान क्षीणनिः शेषलक्ष्मीः रितसितरुचिकीर्तिर्भीमभूमभुजङ्गः । बलकवलितभूमीमण्डलो मण्डले - શ્રિમુનિતનિતારાચિત્તાન્તરોમૂત્ર || (સુસ. ૧૧-૫૧) मन्त्रिमिमण्डलीकैश्च बलवद् भिः शनैः शनैः । વાસસ્ય મૂમિપાય તથ્ય રાગ્ય થમચંત ॥ (કીકૌ, ૧૧–૬૧) ૨૩. વાધેલાઆમાંથી પહેલે। મહારાધિરાજ તેા વીરધવલને પુત્ર વીસલદેવ (ઈ. સ. ૧૨૭૮-૧૨૬૧ ) બન્યા હતા. Àળકામાં મંડલેશ્વર તરીકે ૯ વર્ષ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy