SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ વેલા ત્રિપુષપ્રાસાદમાં ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું.પર આમ સતત ત્રણ પેઢી સુધી કવિત્વપરંપરા ચાલુ રહી હોય એવાં ઉદાહરણ સાહિત્યના ઇતિહાસમાં બહુ વિરલ છે. ૩૦. આ સમયના નોંધપાત્ર લેખકમાં સાહિત્યશાસ્ત્રના ગ્રન્થ વાભુટાલંકારને કર્તા વાભેટ છે. મંત્રી ઉદયનના પુત્ર વાભટ સાથે તથા નેમિકુમારને પુત્ર વાભટ જેણે “કાવ્યાનુશાસન' નામે અલંકાર ગ્રન્થ એ છે અને આ પછીના સમયમાં થઈ ગયો છે એની સાથે આ વાડ્મટને કેટલીક વાર ગોટાળે કરવામાં આવે છે એ બરાબર નથી. આ વાડ્મટના પિતાનું નામ સેમ હતું. “વાભદાલંકારના મંગલાચરણ ઉપરથી જણાય છે તે પ્રમાણે એ જૈનધર્મો હતે. અધ્યા. રસિકલાલ છો. પરીખે યોગ્ય અનુમાન કર્યું છે તેમ આ કૃતિ જયસિંહના માલવવિજય (ઈ. સ. ૧૨૩૬) તથા એના મૃત્યુ (ઈ. સ. ૧૧૪૩) વચ્ચેના કાળમાં રચાઈ હશે, કેમકે માલવવિજયને એ ઉલ્લેખ કરે છે, પણ એમાં એકેય શ્લોક કુમારપાળની પ્રશંસાને નથી." - ૩૧, એ સમયનાં બીજા બે ગણનાપાત્ર સંસ્કૃત નાટકે તે પ્રહલાદનદેવનું “પાર્થ પરાક્રમ વ્યાયોગ' (ઈ. સ. ૧૧૭૦ આસપાસ) તથા યશપાલનું મેહરાજપરાજય” (ઈ. સ. ૧૧૭૪ અને ૧૧ ની વચમાં) છે. પ્રહલાદનદેવ એ ચંદ્રાવતીના રાજા અને કુમારપાળના માંડલિક પરમાર ધારાવર્ષને નાનો ભાઈ હતો. પ્રરતાવનામાં ઉલ્લેખ છે તે પ્રમાણે, એનો “પાર્થપરાક્રમ વ્યાગ” આબુ ઉપર પરમારોના કુલદેવ અચલેશ્વરના પવિત્રકારોપણ પર્વમાં ભજવાયો હતો. દીપ્ત રસનું નિરૂપણ કરવાને એને દાવો છે. નાટકનું વરતુ પ્રસિદ્ધ છે અને તે “મહાભારતના ‘વિરાટ પર્વમાંથી લેવામાં આવ્યું છે. વિરાટ રાજાની ગાયો કરવો હરી જાય છે ત્યારે ગુપ્ત વાસમાં રહેલા પાંડવોમાંથી અર્જુન એમને હરાવીને ગાય પાછી વાળે છે. કર્તા પ્રહલાદનદેવની વીરતા અને ઉદારતાની પ્રશંસા વરતુપાળના મિત્ર સમેશ્વરે પતાના “કીર્તિકીમુદી' કાવ્યના આરંભમાં કરેલી છે. અહીં એ પિતાની કવિતા માટે પ્રસાદ ગુણનો દો કરે છે અને એ વાજબી છે. નાટયશાસ્ત્રની દષ્ટિએ આ વ્યાયોગ કંઈક ધ્યાન ખેંચે એવો છે, કેમકે એમાં નાન્દી પછી તુરત જ સ્થાપક આવે છે અને બે બ્લેક બેલે છે; એ પછી તુરત પર. ભો. જ સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૬૦ પ૩, ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy