SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૧૫ એવી પણ એક અનુશ્રુતિ છે.૩૦ વનરાજના પિતાને શત્રુઓએ મારીને એનું રાજ્ય પચાવી પાડયું હતું ત્યારે શીલગુણસૂરિએ વનરાજ અને એની માતાને આશ્રય આપ્યો હતો એમ જૈન પરંપરા નેધે છે. ૨૦. અણહિલવાડના વિખ્યાત ચૌલુક્ય અથવા સોલંકી વંશને પહેલો રાજા મૂળરાજ એક મહાન સેનાપતિ અને દીર્ઘદર્શી રાજપુરુષ હતો અને તેણે ચાવડાઓની નાની ઠકરાતમાંથી ગુજરાતનું વિશાળ રાજ્ય વિકસાવ્યું. દક્ષિણના ચૌલુકને લાટમાંના હાકેમ બારપ્પને તેણે હરાવ્ય, સૌરાષ્ટ્રના ગ્રહરિપુને અને કચ્છના લાખા ફુલાણીને પરાસ્ત કર્યા. ચૌલુક્ય યુગના સૌથી મહાન સ્થાપત્ય-અવશેષોમાં એક, સિદ્ધપુરનો રૂદ્રમહાલય તેણે બાંધ્યો અને ઉત્તરાપથના વિદ્વાન બ્રાહ્મણોને ગુજરાતમાં વસાવી સંસ્કારવિતરણને વેગ આપ્યો. ૨૧ આપણા પ્રાન્ત માટે “ગુજરાત” એ નામ મૂળરાજ સોલંકીના સમયમાં પ્રચારમાં આવ્યું.૩૨ રાજકીય વિસ્તારની સાથોસાથ સંસ્કાર અને સાહિત્યને વિકાસ પણ આવ્યો અને ઈસવી સનના બારમા સૈકામાં સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યમાં એ સર્વોચ્ચ કેટિએ પહોંચ્યો. ભીમદેવ ૧ લાના રાજકાલ (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૪) દરમ્યાન મહમૂદ ગઝનવીના આક્રમણથી ગુજરાતની શાન્તિ કેટલાક સમય વિસુબ્ધ બની રહી હતી, પરંતુ ત્યારપછી સાહિત્યને વિકાસ તે સતતપણે ચાલુ હતો. અણહિલવાડ પાટણમાં ગુર્જર સામ્રાજ્યની સ્થાપના પછી ખાસ કરીને ઉત્તર ગુજરાતના પ્રદેશમાં વિશિષ્ટપણે જૈન વિદ્વાન અને કવિઓની સાહિત્યપ્રવૃત્તિ આપણે જોઈએ છીએ. આ વિદ્વાન અને કવિઓમાંથી–ઉત્તરાધ્યયન સૂત્ર” ઉપર અનુક્રમે વિદ્વાનો અને વિદ્યાર્થીઓને ઉપયોગી બે ટીકાઓ લખનાર શાન્તિ ઉપર જે અભિન્નતા સૂચવી એ કે તદ્દન શક્ય છે, તો પણ “આચારાંગ સૂત્ર'ની ટીકાનું રચના વર્ષે જે કેટલાકે અજમાયશી રીતે ઈ. સ. ૮૭૭ સૂચવ્યું છે (જેસાઈ, પૃ. ૧૮૧), એનું નિરાકરણ થાય ત્યાંસુધી એને છેવટના નિર્ણયરૂપે ગણી શકાય નહિ. જુઓ જિનવિજયજી, ‘જતકલ્પસૂત્ર', પ્રસ્તાવના. ૩૦. મુનિરત્નસૂરિ ‘અમરચરિત્રમાં શીલાંક વિશે કહે છે– गुरुगुजेरराजस्य चातुर्विद्यकसृष्टिकृत् ।। ત્રિાદિનરાવૃત્તવિવાં ને નવર: || ૩૧. આ બ્રાહ્મણના વંશજો આજે ઉદીચ્ય અથવા ઔદીચ્ય બ્રાહ્મણે તરીકે ઓળખાય છે. ૩૨ભો. જ. સાંડેસરા, “ઇતિહાસની કેડી ' (પૃ. ૧૭૧-૫૨)માં “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં “ગુજરાત'ના ઉ૯લેબ” એ લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy