SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ તે આમ બનવું અશક્ય છે. અને શ્રી. જિનવિજયજીની જેમ આપણે પણ અનુમાન કરી શકીએ કે સિદ્ધિ હરિભદ્રસૂરિ પ્રત્યે જે બહુમાન વ્યક્ત કરે છે તે પોતાના એ મહાન પુરાગામીનાં લખાણેામાંથી પાતાને મળેલી પ્રેરણાને કારણે છે. સિદ્ધષિ કહે છે કે વાચકાનું આકર્ષણ થાય એ માટે પોતે રૂપકગ્રન્થિના પ્રકાર પસંદ કર્યો છે અને એ જ કારણે પોતે પ્રાકૃતને બદલે સંસ્કૃતમાં લખવાનું પસંદ કર્યું છે, કૈમકે પ્રાકૃત અશિક્ષિતાની ભાષા છે, જ્યારે સુશિક્ષિતેને પણ સત્કર્મ તરફ આકર્ષવાના છે. ઉપમિતિભવપ્રપ ચકથા એ એક જૈન કર્તાએ રચેલા પહેલા જ સુદી સંસ્કૃત ગ્રન્થ છે. વળી તે બતાવે છે કે સમસ્ત ભારતીય વિદ્વત્સમાજને સ્પર્શવા માટે જેનાને એ સમય પહેલાં જ પ્રાકૃતને બદલે સંસ્કૃતમાં લખવાનું જરૂરી લાગ્યું હતું. સિદ્ધિ ના આ ગ્રન્થ જતેમાં ખૂબ લેાકપ્રિય થયા હતા અને એની રચના પછી માત્ર સેા વર્ષ બાદ જ એના સંક્ષેપા અને સારેાદ્ધારા થયા હતા. આચાર્ય હેમચન્દ્ર પોતાના પરિશિષ્ટ પર્વ'માંની એક કથામાં એવાં નામેા પ્રયાજે છે, જે સિદ્ધકૃિત ધર્મકથા સર્વસામાન્ય રીતે જાણીતી હોવાનું સૂચવે છે.૨૨ સિદ્ધિ એ પ્રાકૃત ‘ચંદ્રપ્રભચરિત'નું સંસ્કૃત રૂપાન્તર કર્યું છે, તથા ધર્મદાસણકૃત પ્રાકૃત ‘ઉપદેશમાલા' અને સિદ્ધસેન દિવાકરકૃત ‘ન્યાયાવતાર' ઉપર ટીકાઓ રચી છે. ૧૬. ઉપર કહ્યું તે પ્રમાણે, શ્રીમાલ એ હરિભદ્રસૂરિનું પણ પ્રવૃત્તિથાન હતું. હરિભદ્રસૂરિએ જૈન ફિલસૂફી ઉપર ઘણા ગ્રન્થા રચ્યા છે, ભારતીય દર્શનનાં વિવિધ અંગોની માહિતી આપતી ‘ગ્દર્શનસમુચ્ચય’ નામે રચના કરી છે, ‘સમરાઇચ્છકહા’ નામે એક સુદી પ્રાકૃત ધર્મકથા રચી છે, ‘ધૂર્તાખ્યાન’ નામે એક કટાક્ષપ્રધાન પ્રાકૃત કથા લખી છે, સંખ્યાબુધ ધાર્મિક પ્રકરણગ્રન્થા રચ્યા છે, તથા કેટલાક જૈન આગમગ્રન્થા ઉપર સ’સ્કૃત ટીકાઓ લખી છે. મૂળ પ્રાકૃત સૂત્રો ઉપર સરકૃત ટીકાઓ લખનાર કદાચ એ પહેલા જ જૈન લેખક છે. જૂની પ્રાકૃત ટીકાને આ માટે ઉપયેગ કરતાં એમણે સરકૃત ટીકાએમાં પણ જૂનાં પ્રાકૃત કથાનકા કાયમ રાખ્યાં છે. " ૧૭, ખીજી એક પ્રાકૃત ધર્મકથા-ઉદ્યોતનસૂરિની ‘કુવલયમાલા’ ભિન્નમાલથી થોડે દૂર આવેલા જાબાલિપુર(જાલાર)માં શક સ. ૭૦૦ (ઈ. સ. ૭૮)માં રચાઈ હતી. ગ્રન્થપ્રશસ્તિમાં કર્તાના પેાતાના જ કથન ૨૨. વિટરનિટ્સ, A lIistory of Indian Literature, ભાગ ૨, રૃ. ૫૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy