SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ હાર ૩૦૭. આ પૂર્વેનાં પ્રકરણેામાં વસ્તુપાળના યુગ પૂર્વેની ગુજરાતની સાહિત્યિક અને વિદ્યાવિષયક પર પરાઓનું આપણે અવલાકન કર્યું છે, વસ્તુ પાળ અને તેના સાહિત્યમ’ડળના કવિપડિતાનાં જીવનવૃત્તને લગતી હકીકતાના અભ્યાસ કર્યા છે, તથા સંસ્કૃત સાહિત્યના વિવિધ પ્રકારેામાં તેમણે આપેલા ગણનાપાત્ર ફાળાની સમાલાચના કરી છે. આ સાહિત્યમંડળની કૃતિઓમાં પ્રકીર્ણ મુક્તકાથી માંડી મહાકાવ્યા સુધીની રચના તથા શાસ્ત્રીય વા મયની વિવિધ શાખાને લગતા ગ્રન્થા છે. જે રચના અન્યત્ર મળતા ઉલ્લેખા દ્વારા જ જાણવામાં આવી છે અને હજી ઉપલબ્ધ થઈ નથી તેઓને બાજુએ રાખીએ તાપણુ, આ સાહિત્યમડળે રચેલાં દશ મહાકાવ્યો, ચાર નાટકા, અરઢ પ્રશસ્તિ (ટૂંકા શિલાલેખા અને પ્રબન્ધાદિમાં મળતા બહુસંખ્ય પ્રશસ્તિશ્લેાકેા સિવાય), છ સ્તોત્રા, ત્રણ સુભાષિતસંગ્રહા, એક પ્રબન્ધાવલિ, એક ધર્મ કથાસંગ્રહ, એ અપભ્રંશ રાસા, કવિશિક્ષાના એક ગ્રન્થ સમેત ત્રણ અલંકારગ્રન્થા, બે વ્યાકરણગ્રન્થા (એક સંસ્કૃત વ્યાકરણ વિશે અને ખીજો પ્રાકૃત વ્યાકરણ વિશે), છન્દઃશાસ્ત્રના એક ગ્રન્થ, એક ન્યાયગ્રન્થ, એ જ્યાતિષગ્રન્થ, જૈન પ્રકરણગ્રન્થા ઉપરની ત્રણ ટીકા અને સંસ્કૃત નાટક ‘અનરાધવ' ઉપરનું એક ટિપ્પણ-એટલી 'કૃતિએ મળે છે. ઇ. સ. ના તેરમા સૈકામાં ગુજરાતમાં સાહિત્યસર્જનની અને વિદ્યાધ્યયનની જે વ્યાપક પ્રવૃત્તિ ચાલતી હતી એને આ તેા એક ભાગ છે એ ધ્યાનમાં રાખતાં આ કાળા સિવશેષ નોંધપાત્ર બને છે, કેમકે આ પુસ્તકના પ્રારંભમાં જ કહ્યું છે તે પ્રમાણે, વસ્તુપાળ તરફથી પ્રત્યક્ષ આશ્રય કે ઉત્તેજન પામેલા સાહિત્યકારા અને તેમની રચનાએ પૂરતું આ અધ્યયન મર્યાદિત રાખ્યું છે અને વસ્તુપાળના અન્ય સમકાલીન લેખકે—જેવા કે ‘નૈષધીયચરિત' ઉપર પ્રાચીનતમ ટીકા લખનાર વિદ્યાધર (પૅરા ૮૨), ‘કવિશિક્ષા’કાર વિનયચન્દ્ર (પૅરા ૨૬૨), અનુક્રમે ધનપાલકૃત ‘તિલકમ’જરી’ અને સિદ્દષ્ટિકૃત ‘ઉપમિતિભવપ્રપ‘ચકથા’ના ઉત્તમ સારાહારા આપનાર લક્ષ્મીધર (ઇ. સ. ૧૨૨૫) અને દેવેન્દ્ર (ઇ. સ. ૧૨૪૨) આદિ અનેકનાં જીવન અને કાર્યના અહીં ઉલ્લેખ પણ થઈ શક્યા નથી; પરન્તુ પ્રમાણ તેમજ ગુણદૃષ્ટિએ કાર્ય અવગણી શકાય એવું નથી. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy