SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ અગાઉ સૂચવ્યું છે તેમ, ગુજરાતમાં રચાયેલ છે; મહાન તાર્કિક વાદી દેવસૂરિએ (ઈ. સ. ને ૧રમ સંકો) પિતાના “સ્યાદ્વાદરત્નાકરમાં શ્રીધરને નામ દઈને અથવા “કન્ડલી કાર તરીકે વારંવાર ઉલ્લેખ કર્યો છે અને એમાંથી અવતરણ પણ આપ્યાં છે (ઉદાહરણ તરીકે જુઓ પૃ. ૩૨૮, ૧૨, ૪૧૬, ૮૫૨, ૯૨૩, ઇત્યાદિ); અને ગુજરાતના બીજા એક જૈન લેખક જયસિંહસૂરિએ ભાસર્વજ્ઞકત “ન્યાયસાર” ઉપર પોતે રચેલ ટીકા “ન્યાયતાત્પર્યદીપિકા'માં (ઈ. સ. ૧૩૬૬ આસપાસ) “ન્યાયકર્જલીના કર્તાના અભિપ્રાયની માનપૂર્વક નોંધ કરી છે (તથા પ્રતિપદાશ્ચર છલિસ્ટ, પૃ. ૪૭). ‘ન્યાયકન્ડલી ઉપરના નરચન્દ્રસૂરિના ટિપ્પણનું અહીં આપણે અવલોકન કરીશું. અગાઉ બતાવ્યું છે તેમ (પેરા ૧૧૯), તેઓ કેવળ ન્યાયશાસ્ત્રમાં નિપુણ હતા, એટલું જ નહિ, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ અને જ્યોતિષ જેવાં શાસ્ત્રોમાં પણ પ્રવીણ હતા. ચાયક દલી' ઉપનું નચન્દ્રસૂરિનું ટિપ્પણ ૨૮૯ વશેષિક સૂત્રો ઉપરના પ્રશરતપાદના ભાષ્ય જેવા શકવર્તી ગ્રન્થનું “ન્યાયકન્ડલી” વિવરણ કરે છે અને એથી “ન્યાયકન્ડલી” ઉપર ટિપ્પણ લખનાર નરચન્દ્રસૂરિ ઉત્તમ નૈયાયક ઉપરાંત અન્ય દર્શનોના પણ ઊંડા વિદ્વાન હેાય એ સ્વાભાવિક છે. નરચન્દ્રસૂરિનું ટિપ્પણ હજી અપ્રસિદ્ધ છે; અંગ્રેજીમાં મારું આ પુસ્તક ૧૯૪૯ માં લખાયું ત્યારે હસ્તપ્રતો ઉપરથી જ એ ટિપ્પણને અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી શ્રી. જિતેન્દ્ર જેટલીએ એ ટિપ્પણનું સંપાદન કરવા સાથે ન્યાય-વૈશેષિકમાં જૈન વિદ્વાને આપેલા ફાળાની સંશોધનાત્મક સમીક્ષા કરીને પીએચ. ડી.ની ઉપાધિ મેળવી છે, પણ તેમને એ મહાનિબંધ પણ હજી અપ્રકટ છે. પ્રસ્તુત ટિપ્પણનું પ્રસ્થાગ્ર પર૦૦ શ્લોકનું છે, અને એ રીતે “ન્યાયકન્ડલી ની તુલનાએ તે બહુ સંક્ષિપ્ત છે, આમ છતાં નિરૂપિત વિષય ઉપરનું લેખકનું સંપૂર્ણ પ્રભુત્વ તથા એમની સરલ વિવરણપદ્ધતિ એમાં પ્રત્યક્ષ થાય છે. નરચન્દ્રસૂરિ જો કે ચુસ્ત જૈન હતા, છતાં પણ આ ટિપ્પણ તેમણે શેષિક દર્શનના અનુયાયી તરીકે લખ્યું છે. આમ કરવામાં કર્તા વાચસ્પતિમિત્ર ( ઇ. સ. ૮૪૧ ) જેવા મહાન ભારતીય પંડિતોની પ્રણાલીને અનુસર્યા છે, જેમણે વેદાન્ત, સાંખ્ય, વેગ, મીમાંસા અને ન્યાય દર્શનના ગ્રન્થો ઉપર પ્રમાણભૂત વિવરણો લખ્યાં છે. જે ગ્રન્થ ઉપર પતે ટીકા લખતા હોય તેને જ બરાબર વફાદાર રહેવાની ૬. જિરકે, પૃ. ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy