SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આપેલાં છે. સાતમે પ્રસ્તાવ્યા છે, જેમાં વિવિધ પ્રકારનાં ઇદેમિશ્રણને પરિણામે થતી સૃષ્ટિઓને વિચાર કરેલો છે. સાતમે વાતછોધ્યા છે; ગાથા, આર્યા, ગલિત, ખંજક, દ્વિપદી, ખંડગીતિ આદિ પ્રાકૃત ભાષાનાં માત્રાવૃત્તોના વિવિધ પ્રકારની એમાં ચર્ચા છે. આઠમો નવમો અધ્યાય અનુક્રમે ઉત્સાહવિતિપર્વનર અને પત્રિીચાલીબાન'૩ છે; એમાં ઉત્સાહ, રાસક, દ્વિપદી, ચતુષ્પદી, રાસાવલય, અડિલા, વસ્તુ, કપૂર, કુંકુમ, વદનક, ધવલમંગલના વિવિધ પ્રકારો, ફુલ્લડક, મુંબડક, ઉલ્લાસ, ચતુષ્કલ, બકલ, ષપદી અને બીજા અનેક અપભ્રંશ ઈદનાં બંધારણ આપ્યાં છે. વળી કર્તાએ આ છંદના પેટાપ્રકારો આપ્યા છે, એનાં વિવિધ મિશ્રણ કરી બતાવ્યાં છે, અને અપભ્રંશ પદ્યરચનામાં અગત્યનાં સંધિ, કડવક અને ધ્રુવનાં લક્ષણો દર્શાવ્યાં છે. ૨૮૫ અમરચન્ટે પિતાને ગ્રન્થમાં સંખ્યાબંધ આધારો ટાંકયા છે. બીજા અને ત્રીજા અધ્યાયમાં જુદા જુદા છંદનાં વૈકલ્પિક નામોની ચર્ચા કરતાં તેમણે ભરત, જયદેવ,૧૪ પિંગલ અને સ્વયંભૂના૫ અભિપ્રાયોને નિર્દેશ કર્યો છે. ત્રીજા અધ્યાયમાં તેમણે ધનપાલ (ઇ. સ. ૧૦ મે સિક) અને હેમચન્દ્ર રચેલાં પદ્યનાં અવતરણ આપ્યાં છે. સાતમા અધ્યાયમાં તેઓ રાજા કુમારપાળની પ્રશંસાનું એક પ્રાકૃત પદ્ય (fસમિટાયમૂવલુરા ૧૦. સર૦ એ જ, અધ્યાય ૮, પ્રતાપવિદ્યાવળન.. ૧૧, સર૦ છન્દઃ અ, અધ્યાય ૪, મર્યાટ્યિતત્ત્વશીર્ષકથાવળનઃ, ૧૨. સર૦ એ જ, અધ્યાય ૫, ઉલ્લાદ્રિવ્રતિન:. ૧૩. સર૦ એ જ, અધ્યાય ૬, વટવહીવતુsuહીરાણન; અધ્યાય ૭, દ્વિવ્યાવળન:. ૧૪. જયદેવે છન્દ શાસ્ત્ર વિશે સૂત્રપદ્ધતિએ એક ગ્રન્થ રચે હતો. અભિનવગુપ્ત (ઈ. સ. ૧૦૦૦ આસપાસ) “નાટયશાસ્ત્ર” ઉપરની “અભિનવભારતીમાં છ શાસ્ત્ર અને સંગીતના નિષ્ણાત તરીકે જયદેવને ઉલ્લેખ કર્યો છે (કૃષ્ણમા ચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૯૦૨); અને તેથી જયદેવ અભિનવગુપ્તની પૂર્વે થઈ ગયે હતો એ સ્પષ્ટ છે. ૧૫. બે સુપ્રસિદ્ધ અપભ્રંશ કવિઓ ચતુર્મુખ સ્વયંભૂ અને એના પુત્ર ત્રિભુવન સ્વયંભૂ વિશે આપણે જાણીએ છીએ. તેઓ ઈ. સ. ના આઠમા અને દશમા સૈકાની વચ્ચે થઈ ગયા (શ્રી. મધુસૂદન મોદી ભાવિ, પુ. ૧, પૃ. ૫૭ થી આગળ). અમરચંદ્ર જેનો મત ટાંકે છે તે સ્વયંભૂ આ બે અપભ્રંશ કવિઓમાંને જ એક છે કે કેમ એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy