SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ અવતરણ આપ્યું છે તથા કવિ ધનપાલ (પત્ર ૯૦૪૬ અને માણિક્તસૂરિનાં (પત્ર ૧,૪૭ પદ્ય ટાંકવામાં આવ્યાં છે. ધનપાલ કવિ ધારાનગરીના ભજન સમકાલીન હતો અને ઈસવી સનની દસમી સદીમાં થઈ ગયો એ જાણીતું છે. માણિક્યસૂરિ એ “કાવ્યપ્રકાશ” ઉપર “સંત” રચનાર માણિજ્યચન્દ્ર હવા સંભવ છે. ૨૩૦. “કાવ્યકલ્પલતા'માં ચર્ચાયેલ વિષયના આ વિહંગાવલેકન ઉપરથી જોઈ શકાશે કે સંસ્કૃત કવિને એના લેખનકાર્યમાં જરૂરી સહાય સૂચના આપવાને એને આશય છે. અમરચન્ટે જે રીતે નિરૂપણ કર્યું છે તે જોતાં અનુમાન થાય છે કે આ ગ્રન્થમાં જે પ્રકારની તાલીમ તેમણે વર્ણવી છે એમાંથી તેઓ પોતે પણ પસાર થયા હોવા જોઈએ. અમરચન્દ્રની કવિત્વશક્તિ અને સમસ્યાપૂરણની પ્રવીણતાની રાજા વીસળદેવની સભાના કવિઓએ પરીક્ષા લીધી હોવાનું જે વર્ણન “પ્રબન્ધકાશમાં છે (જુઓ Vરા ૧૦૩) તે આ દષ્ટિએ વિચારતાં ખરેખર રસપ્રદ છે. પ્રાચીન ભારતમાં કવિતા એ કવિ તરફ કેવળ આત્મલક્ષી અભિવ્યક્તિને પ્રશ્ન નહોતો; કવિએ વિશિષ્ટ સભાજનને પણ પ્રસન્ન કરવાના હતા. જ્યારે એક નવી કૃતિ પ્રગટ થાય અર્થાત તૈયાર થાય ત્યારે, રાજશેખર અને બીજાઓએ વર્ણવ્યું છે તેમ, નિષ્ણાતોની સમિતિઓ સમક્ષ સંમતિ માટે તે રજૂ કરવામાં આવતી, અને શાસ્ત્રોક્ત તમામ સિદ્ધાન્તોનું કવિ પાલન કરે એવી અપેક્ષા તેની પાસે રખાતી. સાહિત્યશાસ્ત્રની આ અપેક્ષાઓ કેવી રીતે પૂરી કરવી તે ઊગતા કવિને શીખવવાને અમરચકૃત “કાવ્યકલ્પલતા” જેવી રચનાઓને આશય છે. વિદ્યાર્થીમાં કંઈક સ્વયંભૂ શકિત હોય તે કાવ્યરચના કરવાનું એને કઈ પદ્ધતિએ શીખવાનું હશે એની ઝાંખી આવા ગ્રન્થોમાંથી થાય છે. આ ગ્રન્થ છંદોના મર્મ શીખવે છે, કવિત્વમય ઉપમાઓ કેવી રીતે ગૂંથી શકાય એ બતાવે છે, શ્લેષરચનાની તથા અનુપ્રાસ અને યમકની રચનાની કઠિન જનાઓ સમજાવે છે, અને શીઘ્રકવિત્વનાં રહસ્ય તથા ત્રુટિત પંક્તિઓ ४६. यथा धनपालस्यनतसुरकिरीटसंघष्टचरण, जय भगवति भीतजनकशरण. ४७. यदुक्तं श्रीमाणिक्यसूरिभिःस्तुत्य तन्नास्ति नूनं न जगति जनता यत्र बाधा विदध्यादन्योन्यस्पर्धिनोऽपि त्वयि तु शुभविधौ वादिनो निर्विवादाः । यत्तच्चित्रं न किञ्चित् स्फुरति मतिमतां मानसे विश्वमातह्यसि त्वं येन धत्से सकलनयमयं रूपमर्हत्सुखस्था ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy