SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૦૯ વર્ણન આવે છે. છેલ્લે કડવક અંબિકા દેવીને તથા તીર્થંકર નેમિનાથને મહિમા ગાય છે અને ગિરનારનું ધાર્મિક માહાત્મ્ય કંઈક વિસ્તારથી વર્ણવે છે. આ કાવ્યની શૈલી સાદી અને નિરાડબરી છે. કવિતાની દષ્ટિએ રચના રસપ્રદ છે, અને બીજા કડવકમાં ગિરનારનું વર્ણન નેંધપાત્ર છેઃ जिम जिम चडइ तडि कडणि गिरनारह, तिमि तिमि उडइ जण भवण संसारह । जिम जिम सेउजलु अंगि पलोट्टए, तिमि तिमि कलिमल રથ હા .. जिम जिम वायइ वाउ तहिं निज्झरसीयलु, तिम तिम भवदु हदाहो तक्खणि तुट्टइ निच्चल । कोइलकलरवो मोरकेकारवो, सुम्मए महुयर महुरु गुंजारवो । पाय चडतह सावयालोयणी, लाषारामु दिसि दीसए दाहिणी ।। जलदजालवमलि नीझरणि रमाउलु, रेहइ उजिलसिहरुअलि શાસ્ત્રનામા बहलवह धाउरसभेउणी जत्थ झलहलइ सोवन्नमइ मेउणी। जत्थ दिप्पंति दिव्वोसही सुंदरा, गुहिरवर गरुय गंभीर નિરવ (કડી ૨-૪) જેમ જેમ લેકે ગિરનારના ઢોળાવ ઉપર ચડે છે તેમ તેમ સંસારભવનનાં દ્વાર બંધ કરે છે. જેમ જેમ અંગ ઉપર વેદ થાય છે તેમ તેમ કલિને સકલ મળ દૂર થાય છે. જેમ જેમ નિઝર જેવો શીતળ વાયુ વાય છે તેમ તેમ ભવદુઃખને દાહ નિરો દૂર થાય છે. કોકિલાને કલરવ, મોરને કેકારવ અને મધુકરનો મધુર ગુંજારવ સંભળાય છે. (પર્વતની) પાજ ચડતાં જમણા હાથ તરફ શ્રાવકેને લાખારામ (ઉદ્યાન) દેખાય છે. પુષ્કળ મેઘથી ઘેરાયેલું અને નિર્ઝરણાથી રમ્ય, તથા ભ્રમર અને કાજળ જેવું શ્યામ ઉજજયંતનું શિખર શેભે છે. (આ તે ગિરનાર છે.) જ્યાં અનેક ધાતુરસથી ભરેલી સુવર્ણમય પૃથ્વી શોભે છે, જ્યાં દિવ્ય અને સુન્દર એષધિઓ દીપે છે, અને જ્યાં ઊંડી, સુંદર, ગરવી અને ગંભીર ગિરિકંદરાઓ છે.” પાલણપુત્રકૃત ‘આબુ રાસ ૨૪૬, પાલ્ડણપુત્રકૃત “આબુ રાસમાં આબુ ઉપર વસ્તુપાળ અને તેજપાળે મન્દિરે બાંધ્યાં એ ઘટનાનું વર્ણન છે. એ રાસમાં ૫૦ કડીઓ છે, એકાંતરે આવતાં ભાસ અને હવણીમાં તે વહેંચાયેલો છે. આ કાવ્યમાંની ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy