SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ ] [ ૨૦૭ ( ૮-૪)માં તથા સંસ્કૃત સાહિત્યમાં ફાળ વ્યાખ્યા આચાય હૅમચન્દ્રે પેાતાના કાવ્યાનુશાસન વાગ્ભટ ખીજાએ પેાતાના ‘ કાવ્યાનુશાસન ' (પૃ. ૧૮ )માં સ્વીકારેલી છે. હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રે ‘ નાટયદર્પણ ' ( પુ. ૧, પૃ. ૨૧૪-૧૫ )માં તથા વિશ્વનાથે સાહિત્યદર્પણ ' ( કાણેની આવૃત્તિ, પૃ. ૧૦૪-૫ )માં પણ ‘ રાસક ’ અને ‘ નાટચ રાસક ’નાં લક્ષણેા આપ્યાં છે. જૂના સમયમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં લેાકનૃત્યો પ્રચલિત હતાં; જો કે કયા પ્રદેશમાં કર્યું લેાકનૃત્ય વિશેષ પ્રચલિત હતું એ કહેવા માટેના કાઈ ચેાક્કસ પુરાવા નથી. આ સંબધમાં એક રસપ્રદ પર પરાગત વૃત્તાન્ત શાય઼ ગદેવના ‘ સંગીતરત્નાકર ’માં (ઈ. સ. ૧૨૦૦ આસપાસ ) છે, એમાં ઐતિહાસિક અનુશ્રુતિ પણ સચવાઈ હાવાને સંભવ છે. એમાં કહ્યું છે કે તાંડવ નૃત્યના ઉદ્ભવ શિવથી થયા અને લાસ્યના ઉદ્ભવ પાર્વતીથી થયેા. પાર્વતીએ આ નૃત્ય બાણાસુરની પુત્રી તથા શ્રીકૃષ્ણના પુત્ર પ્રથ્રુસ્રની પુત્રવધૂ ઉષાને શીખવ્યું; ઉષાએ એ દ્વારવતીની ગેાપીને શીખવ્યું, તેમણે જ સૌરાષ્ટ્રની યુવતિને શીખવ્યું, અને ત્યાંથી એ જગતમાં પ્રસર્યું.૨ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે પણ રાસ, રાસડા, ગરબા અને ગરખી જેવા લાકનૃત્યના પ્રકાર। પ્રચલિત છે, તેથી આ અનુશ્રુતિને અનુમાદન મળે છે. ૨૪૩. આ બધા ઉપરથી એવા નિણૅય થઈ શકે કે રાસક’ અથવા ‘ રાસ ’ એ ભાગવતાદિ પુરાણેામાં વર્ણવેલી શ્રીકૃષ્ણની રાસક્રીડાએ સાથે તથા ગુજરાતનું વિશિષ્ટ ગરબા-નૃત્ય જે ‘ રાસ ' તરીકે પણ ઓળખાય છે તે સાથે સરખાવી શકાય એવા લેાકનૃત્યના એક પ્રકાર હતા; માટે ભાગે પ્રાકૃતમાં, એક અભિનેય સાહિત્યપ્રકાર તરીકે પાછળથી એનું રૂપાંતર થયું હતું. ‘રાસ 'ના જાહેરમાં પ્રયાગ થતા હતા એ કેટલાક સાહિત્યિક ઉલ્લેખા ઉપરથી સ્પષ્ટ થાય છે. ‘ રેવંતિગિર રાસ ’ની છેલ્લી કડી રાસના જાહેરમાં થતા પ્રયાગના સ્પષ્ટ નિર્દેશ કરે છે— रंगहि ए रमइ जो रासु सिरिविजयसेनरिनिम्मविउ ए । नेमिजिणु तृसइ तासु अंबिक पूरइ मनि रलि ए ॥ 66 શ્રીવિજયસેનસૂરિએ રચેલા આ રાસ જે રંગપૂર્વક ગાશે તેમના ઉપર નૈમિજિન પ્રસન્ન થશે અને અંબિકા તેમના મનના મનારથ તા પૂરશે. 6 ૨. ( "" k ' " સસક્ષેત્રી રાસુ ' ( ઇ. સ. ૧૨૭૧ ) ‘તાલારસ ' અને ‘ સ’ગીતરત્નાકર ’, ૭. ૪-૮ Jain Education International For Private & Personal Use Only લકુટારસ ’ www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy