SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૦૫ છે;૩ એમાં ભારતીય કથાસાહિત્યમાં સુપરિચિત છે એ રીતિએ એક મુખ્ય કથામાં અનેક પેટાકથાઓ હોય છે અથવા જુદી જુદી કથાઓ પરસ્પરથી સ્વતંત્ર રીતે એક પછી એક આવે છે. નરચન્દ્રસૂરિકૃત “કથારનાકર” ૨૪૦. નરચન્દ્રસૂરિત ‘કથારત્નાકર” અથવા “કથારત્નસાગર એ આવો બીજા પ્રકારને ધર્મકથાસંગ્રહ છે. એ હજી અપ્રસિદ્ધ હોઈ હસ્તપ્રતરૂપે જ મળે છે. એનું પ્રસ્થા ૨૦૯૧ શ્લોકનું છે;૪ એના ૧૫ તરંગ અર્થાત ભાગ છે, અને જૈનધર્મોપદિષ્ટ કોઈ એક સિદ્ધાન્તના પાલનનું માહાતમ્ય વર્ણવતી કથા પ્રત્યેક તરંગમાં છે. આ ગ્રન્થને કથારત્નાકર” અથવા “કથારત્નસાગર નામ આપવાની અને તેનાં પ્રકરણને “તરંગ” કહેવાની પ્રેરણા કર્તાને સોમદેવભટ્ટના “કથાસરિત્સાગર'માંથી કદાચ મળી હાય; જો કે બન્નેના વસ્તુમાં કશું સામ્ય નથી. આખાયે ગ્રન્થ અનુટુપ છંદમાં છે માત્ર પ્રત્યેક તરંગને અંતિમ કલેક જુદા છંદમાં છે. બ્રહ્મચર્ય, તપ, દાન, આર્જવ, અહિંસા, આરતેય, વડીલેની સેવા, અનસૂયત્વ, નવકાર મંત્રને જપ આદિનું માહાતમ્ય આ કથાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે; અને ધર્મનીતિના આ પાલનનું ફળ મનુષ્યને આ લેકમાં અથવા પરલોકમાં કેવી રીતે મળે છે એ દરેક વાર્તામાં બતાવ્યું છે. વાર્તાકથન તદ્દન સાધારણ છે, અને સાહિત્યદૃષ્ટિએ આ વાર્તાઓમાં કશું નોંધપાત્ર નથી. નરચન્દ્રસૂરિ જેવા વિદ્વાનને હસ્ત, વસ્તુપાળની વિનંતિથી, “કથારત્નાકર” રચાયો છે (પેરા ૧૧૯), પરંતુ પ્રાયઃ દૈનિક વ્યાખ્યાનના ઉદ્દેશ માટે કવળ ધાર્મિક શ્રોતાવર્ગને લક્ષ્યમાં રાખીને એ લખાયો જણાય છે, અને કર્તાને આશય જેને દષ્ટિએ સદાચારની અગત્ય વિશ્વવાને છે. અહીં નોંધવું જોઈએ કે “કથારત્નાકર” એ પ્રમાણમાં જૂના સમયમાં રચાયેલા જન ધર્મકથાઓને સંગ્રહ છે, કેમંક મેટા ભાગના કથાકાશની રચના એ કરતાં પણ પછીન કાળમાં થયેલી છે." 3. જિરકે, પૃ. ૬૫-૬૭; આ પ્રકારના ગ્રન્થની સંક્ષિપ્ત સમાલોચના માટે જુએ, વિન્ટરનિટ્સ, ઉપર્યુક્ત, પૃ. ૫૪૧ થી આગળ. ૪. જિરકે, પૃ. ૬૬ પ. એ જ, પૃ. ૬૪-૬૭; ઉપાધ્ય, બ્રહતકથાકેશ. પ્રસ્તાવના, પૃ. ૩૯ થી આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy