SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ માત્રા (પૃ. ૫૯; ગુજ. “ઘૂઘરમાળ'), ચદત (પૃ. ૮૬; “હાથમાં ભાલે લઈને ચાલનાર, એક રાજકીય અમલદાર', જૂની ગુજરાતીમાં આ શબ્દ સેલહસ્થ”, “શેલહુત.” “શેલત એવાં સ્વરૂપે “અમલદાર'ના અર્થમાં વપરાય છે. જુઓ “પૃથ્વીચંદ્રચરિત્ર' (ઇ. સ. ૧૪૨૨; “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ.” પૃ. ૧૨૮), “પેથડરાસ” ૧૪ મી સદી–કડી ૨૨, ગણપતિકૃત “માધવાનલ-કામકન્દલા પ્રબન્ધ–ઈ. સ. ૧૫૧૬-અંગ ૭, કડી ૪૮૨ અને ૪૯૪ ઇત્યાદિ. એ શબ્દ ગુજરાતી ભાષામાં સર્વસામાન્ય વપરાશમાંથી લુપ્ત થયો હોવા છતાં ખેડાવાળ બ્રાહ્મણોની એક અટક “લત” રૂપે ચાલુ છે. જુઓ બેબુદ્ધિપ્રકાશ” જાન્યુઆરી ૧૯૫ર માં મારો લેખ “ખેડાવાળ બ્રાહ્મણોની ત્રણ અટકે વાગ વ્યાપારની દષ્ટિએ), રમટ્ટ (પૃ. ૮૬; સર૦ ગુજ. બારહટ,” “બારોટ'), અંધારી (પૃ. ૮૬; ગુજ. “અંધારી' < સં. કાંધા , “કેદખાનાનું અંધારું ભોંયરું'), મારિ (પૃ. ૮૯; ગુજ. “ભારી =લાકડાને ભારો), દિપ પૃ. ૮૯; સં. તિg ‘છાંટવું” ઉપરથી; ગુજ. ‘ટીપું'=બુંદ), ઉવા (પૃ. ૮૯; ગુજ. “ખટખટ'), મેટાપ (પૃ. ૮૯; જૂની ગુજ. “મેલાવો’= લશ્કરી જમાવટ), ૯ (પૃ. ૯૦; “મુસ્લિમ યુદ્ધો, સર૦ ગુજ. “ધગડો'= દાદાગીરી કરનાર), ધારી (પૃ. ૧૦૨; ગુજ. “ધાડ'), મેજિત (પૃ. ૧૯૩; જૂની ગુજભેલ્યો’=લૂંટાયો; જુઓ પડી ભેલ પ્રાસાદિ દેવનઈ, ભાગાં કુંચી તાલાં'કાન્હડદે પ્રબન્ધ', ૧–૯૩. અહીં ‘ભેલને અર્થ “લૂંટ છે. સર૦ ગુજ. “ભેલાણ”) ફારસી અને અરબી મૂળના કુર (પૃ. ૮૬; ફારસી દવશ =ફકીર) અને મતિ (પૃ. ૮૬; અરબી “મસ્જિદ') જેવા શબ્દો સંસ્કૃત રૂપ પામ્યા છે. ઉપર જૈધેલા શબ્દોમાંના કેટલાક બીજી અર્વાચીન ભારતીય ભાષાઓમાં પણ જોવા મળે છે એ ખરું, પણ તેથી આપણી મુખ્ય દલીલને બાધ આવતો નથી, કેમકે “પ્રબન્ધાવલીને કર્તા ગુજરાતમાં રહેતો હતો અને જે બેલાતી ભાષાને એને સૌથી વધુ પરિચય હોય એમાંથી જ એ શબ્દો અને પ્રગો અપનાવે એ સ્વાભાવિક છે. ર૩૬ જો કે જિનભદ્રની “પ્રબન્ધાવલી” આ પ્રકારના સંસ્કૃત ગદ્યમાં રચાઈ છે, પણ તેમાં વચ્ચે વચ્ચે પ્રસંગોપાત્ત સંરકત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનાં સુભાષિતો આવે છે. અપભ્રંશ સુભાષિત મોટે ભાગે દૂહા છંદમાં છે અને કર્તાએ લોકસાહિત્યમાંથી એ લીધાં હોય એમ જણાય છે. જીર્ણદુર્ગ (જૂનાગઢ)ને રાજા ખેંગાર જ્યારે સિદ્ધરાજ જયસિંહના સૈન્યથી મરાયો ત્યારે એની રાણું નલદેવીના મુખમાં મુકાયેલા અપભ્રંશ દૂહાઓને ઉલ્લેખ અહીં કરે રસપ્રદ થશે. “પ્રબન્ધાવલી'એ આવા ૧૩ દૂહા ઉદ્ધત કર્યા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy