SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળા [ ૧૯૯ પાડવાના હાય છે.ર આથી પ્રબન્ધાને ઇતિહાસ કે જીવનચરિત્ર લેખે નહિ ગણતાં ઇતિહાસની સામગ્રી તરીકે સમીક્ષાપૂર્વક એને ઉપયેગ કરવા જોઈ એ. જિનભદ્રકૃત 'પ્રબન્ધાવલી ’ 6 ર૩૪. અહીં આપણે જોવાની કૃતિ તે જિનભદ્રકૃત ‘ પ્રબન્ધાવલી છે. વસ્તુપાળના જીવનકાળમાં જ એના પુત્ર જયંતસિંહના વાચન માટે એ રચાયેલી હાઈ ( પૅરા ૧૧૭) અત્યાર સુધીમાં મળેલા પ્રબન્ધાના એ સૌથી જૂના સંગ્રહ છે. આ પ્રબન્ધાવલી'ની એક માત્ર ઉપલબ્ધ હસ્તપ્રતમાં કુલ ૪૦ પ્રબન્ધા ગદ્યમાં છે; મેટા ભાગના પ્રબન્ધા ગુજરાત, રાજસ્થાન અને માળવા સાથે સંબધ ધરાવતા ઐતિહાસિક પુરુષા અને પ્રસંગેા પરત્વે છે, જ્યારે થાડાક પ્રબન્ધામાં લેાકસાહિત્યનાં કથાના છે. આ • પ્રબન્ધાવલી ’ તદ્દન સંપૂર્ણ સ્વરૂપમાં મળી નથી, વળી એમાં કેટલાક ભાગ ક્ષેપક જણાય છે, કેમકે વસ્તુપાળના અવસાન પછીના કેટલાક બનાવાના એમાં ઉલ્લેખ છે તથા એક પ્રબન્ધ (વલભીભંગ પ્રબન્ધ' ) તે ‘ પ્રબન્ધચિન્તામણિ 'માંથી શબ્દશઃ ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. પ્રબન્ધાવલી 'માંના બે પ્રબન્ધા ( ‘ પાદલિપ્તાચાર્ય પ્રબન્ધ ' અને ‘ રત્નશ્રાવક પ્રબન્ધ ') કેટલાક ફેરફાર સાથે ‘ પ્રબન્ધકાશ ’માં લેવાયા છે.૪ ત્યાં એમ કહી શકાય એવું નથી કે કાઈ પાછળના લેખક અથવા લહિયાએ એની નકલ કરીને પ્રબન્ધકાશ'માં દાખલ કરી દીધા હોય; કારણ કે · પ્રબન્ધાવલી ' ની ભાષા સંસ્કૃતના કાઇ પ્રારંભિક વિદ્યાર્થી માટે લખાઈ હેાય એવી સાવ સાદી અને પ્રાથમિક સ્વરૂપની છે, જ્યારે ‘ પ્રબન્ધ્રકાશ ’ની ભાષા પ્રમાણમાં ઉચ્ચ કક્ષાની અને સંસ્કારી છે, જે બતાવે છે કે પ્રબન્ધકાશ 'ના કર્તાએ ભાષા અને શૈલીની ષ્ટિએ અનેકવિધ સુધારા કરીને આ પ્રકરણ • પ્રબન્ધાવલી 'માંથી લીધાં છે. પાછળના પ્રબન્ધા, ખાસ કરીને વસ્તુની બાબતમાં, પ્રબન્ધાવલી ’ના કેટલેક અંશે ઋણી છે, અને તેથી આચાર્ય શ્રી જિનવિજયજીએ ‘ પુરાતનપ્રબન્ધસગ્રહ 'માં એના સમાવેશ કર્યો છે. પ્રસ્તુત પ્રબન્ધાવલી ’ના ‘ પૃથ્વીરાજ પ્રબન્ધ ’માં ચાર અપભ્રંશ પદ્દો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે તે દિલ્હીના છેલ્લા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજના રાજકવિ અને મિત્ર ચંદ બરદાઈકૃત ગણાતા ‘ પૃથ્વીરાજ રાસેા'માં ભ્રષ્ટ સ્વરૂપમાં મળ્યાં છે. કેટલાક વિદ્યાના 6 , ૨. બ્યૂલર, લાઇફ ઑફ હેમાચા', પૃ. ૩ ૩. પુપ્રસ', પૃ. ૮ ૪, એ જ, પૃ. ૭ Jain Education International For Private & Personal Use Only 6 > www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy