________________
પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[१७ અને રાજશેખરના બાલરામાયણ” નાટકમાં બને છે તેમ “ઉલ્લાઘરાઘવના અંકે સ્વતંત્ર નાટકે જેવા બની જતા નથી. એમાંથી સંખ્યાબંધ શ્લેકે સોમેશ્વરની કાવ્યશૈલીનાં સુન્દર ઉદાહરણે લેખે ટાંકી શકાય એમ છે. પરશુરામ સમક્ષ પોતે બતાવેલા પરાક્રમની પ્રશંસા સાંભળીને સંકોચ પામતા રામ નમ્રતાપૂર્વક કહે છે –
भग्नं जीर्ण त्रिनयनधनुर्यन्मया दैवयोगाद यत्संसोढः शिशुरिति रणे रेणुकेयेन चाहम् । लोकः प्रीत्या तदपि किल मे पौरुषं भाषमाणो वार्यः कार्या न खलु महतां गहणा निनिमित्तम् ॥ (२-८)
રામની સાથે બેઠેલા દશરથને વશિષ્ઠના શિષ્ય જતુકર્ણ મોટા વટવૃક્ષની ઉપમા આપે છે–
राजा राजत्यनेनायं सुतेनान्तिकवतिना । प्ररोहणात्मतुल्येन वटवृक्ष इवोन्नतः ॥ (२-४४)
અને રામના દેશવટાના ખ્યાલથી અત્યંત ખેદ પામતા દશરથ પિતાનું दु:५ व्यत ४२ता हे छ
मातः क्षिते तपनतात विभो नभस्वन् सर्व हि वित्थ तदिदं वदत प्रसह्य । का दुर्दशेयमधुना मम वर्तते यन्मूर्छा तु गच्छति न गच्छति जीवितव्यम् ॥ (3-१८)
અયોધ્યા અને તેના નિવાસીઓને રામની હૃદયસ્પર્શી વિદાયभास्वदगोत्रचरित्रचित्ररुचिरप्रासाद तुभ्यं नमस्त्वां वन्दे सुकृतानुरक्तजनतामेध्यामयोध्यां पुरीम् । आपृच्छे पुरवासिनः सविनयं युष्मानिहायुष्मति क्ष्माभारं भरते समुद्धरति च स्वस्त्यस्तु गच्छाम्यहम् । (3-34)
અને ચન્દ્રોદયનું એક મનહર વર્ણન– ब्रह्मास्त्रं मन्मथस्य त्रिभुवनवनितामानमीनावकृष्टयै कैवर्तः कैरवाणां प्रियसुहृदमृतस्रोतसां शैलराजः । पान्थस्त्रीणामपथ्यं रथचरणचमूचक्रवालस्य कालः शृङ्गारस्योपकारः किरति रतिवसावोषधीनामधीशः ॥ (४-५3) તથા સીતાનું હરણ થયેલું જાણ્યા પછી લક્ષ્મણ પ્રત્યે રામની શોકોક્તિदृष्टिः स्पष्टं तटगतमपि वीक्षते नाथमिश्रा दूरावाने न हि पटुरयं बाष्पकुण्ठश्च कण्ठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org