SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ મહાભારત ના કર્તા માટે અમરચન્દ્રને કેટલું માન હતું. “આદિપર્વ 'ને સામે સર્ગમાં વસંતનું વર્ણન છે, અને આહથી અગિયાર સુધીના સર્ગોમાં પુષ્પાવચય, જલક્રીડા, ચન્દ્રોદય, પાનગોષ્ટિ, સુરત આદિનું વર્ણન છે. અર્જુને જેનું દહન કર્યું હતું એ ખાંડવ વનનું સુંદર વર્ણન બારમા સર્ગમાં છે. સભાપર્વ'ના ચેથા સર્ગમાં ઋતુઓનું તથા “કોણપર્વ ” અને “ભીષ્મપર્વ માં યુદ્ધનું વર્ણન છે. સ્ત્રી પર્વ માં કૌરવકુલની સ્ત્રીઓ પિતાનાં સગાનાં શેકમાં રુદન કરે છે ત્યાં અમરચન્ટે કરુણ રસનું નિરૂપણ કર્યું છે. ૧૭૦, આમ આ કૃતિને મહાકાવ્ય તરીકે રજૂ કરવાને કર્તાને પ્રયત્ન હેવા છતાં ખરા સાહિત્યિક મહાકાવ્ય કરતાં વધુ અંશે તો તે “મહાભારતને કવિતારૂપે કેવળ સાર જ બની રહે છે. મૂળને સંક્ષેપ કરવામાં અમરચન્દ્ર એના બેધપ્રધાન અને ધાર્મિક અને લગભગ ત્યાગ કરીને કેવળ કથા ભાગ ઉપર જ ધ્યાન આપ્યું છે. આ જ કારણથી ‘બાલભારત માં આદિથી ઉદ્યોગ સુધીનાં પર્વો ઠીક ઠીક જગા રેકે છે, જ્યારે “શાન્તિપર્વ” અને “અનુ. શાસનપર્વ” “મહાભારત'નાં બધપ્રધાન તથા ધર્મ આચાર આદિની ચર્ચા કરતાં પ છે એને માત્ર એક એક સર્ગ જ આપવામાં આવ્યો છે. એ પછીનાં પર્વોની કથા તો ખૂબ જ સંક્ષેપમાં કહેવામાં આવી છે. એક જૈન સાધુની કૃતિ હોવા છતાં બ્રાહ્મણ સાહિત્યજગતમાં પણ “બાલભારત” સુપ્રસિદ્ધ હતું. મૂળને કથા ભાગને વફાદારીપૂર્વક અનુસરતે “મહાભારત ને આ પદ્યમય સંક્ષેપ હવા સાથે તે એક સારી કાવ્યકૃતિ છે એ પણ એની લોકપ્રિયતાનું એક કારણ છે. અમરર પધાનન્દ મહાકાવ્ય ' ૧૮૦, અમરચન્દ્રસૂરિકૃત ‘પદ્માનન્દ મહાકાવ્ય” અથવા “જિનેન્દ્રચરિત” એવી એક કૃતિ છે, જેને આલંકારિએ આપેલાં લક્ષણ મુજબના સાહિત્યિક મહાકાવ્ય અને જૈન ધાર્મિક ચરિત્રની અંતરાલવર્તી ગણી શકાય. આ કૃતિમાં પહેલા જૈન તીર્થકર આદિનાથનું ચરિત્ર છે. એમાં ૧૯ સર્ગ અને કુલ ૬૨૮૧ શ્લોક છે.૨૪ ધાર્મિક ચરિત્ર સામાન્ય રીતે એક જ છંદ– અનુષ્યભમાં હોય છે, જ્યારે આમાં મહાકાવ્યની પદ્ધતિએ પ્રશિષ્ટ સંસ્કૃત કવિતાના બધા મુખ્ય છંદને પ્રયોગ કરવામાં આઓ છે, અને એક આ સર્ગ (૧૧) ઋતુવર્ણનમાં રોકાયેલ છે. ચરિત્રનાયક આદિનાથના જીવન ઉપરાંત એમાં સંખ્યાબંધ કથાનકે, દષ્ટા, ધાર્મિક અને દાર્શનિક ૨૪. જિરકે, પૃ. ૨૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy