SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૯ ૧૭૬, “નરનારાયણનંદ ” સોળ સર્ગમાં વહેંચાયેલું છે અને એમાં કુલ ૭૯૪ શ્લેક છે. “કુમારસંભવ,” “શિશુપાલવધ,' “કિરાતાજુનીય” અને “નૈષધીયચરિત ની જેમ કોઈ દેવને નમસ્કાર કર્યા વિના જ એને આરંભ થાય છે. પહેલા સર્ગમાં કૃષ્ણની રાજધાની દ્વારકાનું અને બીજા સર્ગમા એમના દરબારનું તથા ત્યાં એમના આગમનનું વર્ણન છે. પછી રેવતકને ઉદ્યાનપાલ આવીને કૃષ્ણ સમક્ષ પુષ્પની ભેટ ધરે છે, તથા એમને ખબર આપે છે કે અર્જુન રેવતક ઉદ્યાનમાં આવેલ છે. પિતાના ઈષ્ટ મિત્રને મળવા માટે કૃષ્ણ ઉત્સુક બને છે, અને ત્રીજા સમા રેવતકમાં આવીને એને ભેટે છે. બંને મિત્રો દ્રાક્ષમંડપમાં બેસીને વાતો કરે છે. રૈવતકમાં સમકાલે પ્રવર્તમાન છ ઋતુઓની શોભાનું વર્ણન ચોથા સર્ગમાં કરેલું છે. આ બે ગાઢ મિત્રાનું જાણે દર્શન કરવા ઈચ્છતો ન હોય એવો ચંદ્ર પછી ઊગે છે. આ પછી ત્રણ સર્ગ (૫–૭)માં સૂર્યારત, ચન્દ્રોદય, સુરાપાન અને સુરત, સૂર્યારત તથા સૂર્યોદયનાં વર્ણન છે. અર્જુન અને કૃષ્ણ આખી રાત વાર્તાલાપમાં ગાળે છે. આઠમા સગમાં કૃષ્ણના ભાઈ બલભદ્ર રૈવતકમાં જાય છે, અને કવિ એમના સૈન્યનું વર્ણન કરવાની તક મેળવે છે. નવમા અને દસમા સર્ગમાં પુષ્પાવચય અને જલક્રીડાનું વર્ણન છે. સુભદ્રા સ્નાન કરીને પાછી વળતી હતી ત્યારે અર્જુને એને જોઈ અને બન્નેને એકબીજા તરફ પ્રણય થે. અર્જુન અને કૃષ્ણ પણ રૈવતકમાંથી દ્વારાવતીમાં આવ્યા. અગિયારમા સર્ગમાં વિરહથી વ્યથિત અર્જુનનું વર્ણન છે. એક દૂતી અર્જુન પાસે આવે છે અને સુભદ્રાની દશા પણ એવી જ હોવાનું તેને કહે છે. સુભદ્રાએ પાઠવેલો પ્રેમપત્ર અર્જુન વાંચે છે અને સુભદ્રાએ પોતે રૈવતકમાં મળવું એ સંદેશો દૂતી મારફત મોકલે છે. કામદેવની પૂજા માટે રૈવતક ઉદ્યાનમાં જતી સુભદ્રાનું વર્ણન બારમા સર્ગ માં છે; એ સમયે અજુન એનું હરણ કરી જાય છે. રક્ષકે બળદેવને ખબર આપે છે, એટલે ક્રોધાયમાન થયેલા બળદેવ કૃષ્ણ આગળ એમના મિત્રના દુર્વર્તન બદલ ફરિયાદ કરે છે. કૃષ્ણ ઉત્તર આપે છે કે “સુભદ્રાને માટે અર્જુન એગ્ય વર છે, અને સુભદ્રા પણ અર્જુનને ઈચ્છે છે, માટે તમારે કાપ કરવાનું કારણ નથી.” તેરમા અને ચૌદમા સર્ગમાં યાદવ સિન્ય અને અર્જુન વચ્ચેના તુમુલ યુદ્ધનું વર્ણન છે. છેવટે કૃષ્ણ વચ્ચે પડે છે, યુદ્ધ અટકાવે છે અને અર્જુનને દ્વારકામાં લઈ આવે છે. પંદરમા સર્ગમાં દ્વારકામાં થયેલા આનંદૈત્સવનું તથા અર્જુન અને સુભદ્રાના લગ્નનું વર્ણન છે. છેલ્લા અને સેળમાં સર્ગમાં વસ્તુપાળે પિતાના પૂર્વજ ચંડપથી માંડીને પૂર્વ પુરુષને તથા પિતાને વૃત્તાન્ત આપે છે, અને નીચેના નમ્રતાસૂચક કલેકથી તે કાય પૂરું કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy