SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ અસંખ્ય “કીર્તને'–કીર્તિસ્મારક વિસ્તારથી વર્ણવવાની પોતાની અશક્તિ જણાવી, એની કીર્તિની પ્રશસ્તિ ગાઈને અરિસિંહ આ કાવ્ય પૂરું કરે છે. ૧૫૪. સાહિત્યિક દૃષ્ટિએ “સુકૃતસંકીર્તન કાવ્ય “કીતિકમિદીની બરાબરીમાં ઊભું રહી શકે એમ નથી. આમ છતાં પદ્યરચના ઉપર અરિસિંહને સારો કાબૂ છે, અને કેટલાંક સારાં વણને અને આહલાદક શબ્દાલંકારોને આપે છે, જે અલંકારશાસ્ત્રને એના અભ્યાસનું પરિણામ હોઈ શકે. અણહિલવાડનું વર્ણન (૧–૧૦ થી આગળ), જે વાસ્તવિક કરતાં કાલ્પનિક વધુ અંશે જણાય છે. ભીમદેવને સ્વમમાં કુમારપાળનું ઉદબોધન (૩–૧ થી આગળ), સંઘને પ્રયાણને કારણે ચડેલી ધૂળની ડમરી (પ-રરથી આગળ), સુન્દર યમકાદિથી ભરેલાં ચન્દ્રોદય (૬) અને ઋતુનાં (૯) વન–એ અરિસિંહને યશ અપાવે એવાં છે. છઠ્ઠા સર્ગના આરંભમાં જેને નિર્દેશ છે તે શ્રાવક સ્ત્રીઓનો રાસ એ ગુજરાતને ગરબો જ છે, અને કાવ્યને તે એક વિશિષ્ટ સ્થાનિક રંગ અર્પે છે– जिनमहमहिमानं प्रत्यदीयन्त दूरादथ वलयितवृन्दं रासकाः श्राविकाभिः । तनुसदननिषण्णकूरकाकोलकालस्फुरितदुरितजालत्रासकृत्तारतालम् ॥ (૬-૧) અને એ જ સર્ગમાં ચન્દ્રોદયનું વર્ણન विरहशिखिसमीरः कामनासीरवीरस्तिमिरतरुकुठारः पूर्वदिकतारहारः । गगनगजनिषादी कामिनीचक्रवादी સિતચિતોડ્ય વચન વાંઢાયમ છે (૬-૧૬) આકર્ષક યમકાદિથી ભરેલા વસન્તવર્ણનના બે ભલે કે – स्मितसरोजमुखीमुखवासनासुरभिमद्यविशेषितसौरभम् । परिहृतापरवल्लिमधुव्रतीधवकुलं बकुलं प्रति धावति ॥ सुमनसां त्वमसि स्थितिभृस्त्वया जयति विश्वमसौ कुसुमायुधः। मधुमितीह रमालरसालसा पिकवयः कवयः कवयन्त्यमी ।। (૯-૫ અને ૬) બાલચન્દ્રકૃત ‘વસંતવિલાસ' ૧૫૫. વસ્તુપાળના જીવન પરત્વે રચાયેલું ત્રીજુ મહાકાવ્ય બાલચન્દ્રનું વસન્તવિલાસ' હવે લઈએ. આ કાવ્ય ૧૪ સર્ગમાં વહેંચાયેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy