SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ રક ગચ્છના શાન્તિસૂરિ,૧૨ અને ગલ્લકલેકભાસ્કર'-ગલ્લક જાતિના સૂર્ય ૧૩ વર્ધમાનસૂરિ૧૪ એમાં હતા (૫-૧૦ થી ૧૩). શત્રુંજયની તળેટીમાં સંધ આવી પહોંચ્યો ત્યાં પાંચમે સર્ગ પૂરે થાય છે. ૧૫૧, છઠ્ઠો સ સૂર્યોદયના આલંકારિક વર્ણનથી રોકાયેલ છે. સાતમા સર્ગ પહાડ ઉપર સંઘનું ચડાણ અને બીજે દિવસે સવારે થયેલો ઉત્સવ વર્ણવે છે. કપર્દી યક્ષને નમસ્કાર કરીને વસ્તુપાળ આદિનાથના મુખ્ય મન્દિર આગળ ગયો અને યાત્રાળુઓ પણ એને અનુસર્યા. ત્યાં બહારથી પ્રણામ કરીને વસ્તુપાળે જિનેશ્વરની સ્તુતિ કરી (૮-ર૬ થી ૧૩). પછી પવિત્ર થઈને તેણે સંગીત અને નૃત્યપૂર્વક મન્દિરમાં પ્રવેશ કરી, કેસરના જળથી મૂર્તિને સ્નાન કરાવ્યું, કરતૂરીથી અંગરાગ કર્યો અને પુષ્પ ચડાવ્યાં. શત્રુજય ઉપર આઠ દિવસ રહ્યા પછી મંત્રી ત્યાંથી નીચે ઊતર્યો અને ગિરનાર જવાને ઉસુક થયો. ગિરનાર ઉપર નેમિનાથની અને પ્રભાસપાટણમાં સોમનાથની યાત્રા મંત્રીએ કરી એ આઠમા સર્ગમાં વર્ણવ્યું છે. ગિરનાર ઉપર પણ તે આઠ દિવસ રહ્યો. પર્વતના ઢોળાવ ઉપર વસ્તુપાળે સમકાલે છ ઋતુઓની શોભા જોઈ એનું વર્ણન નવમા સર્ગમાં કરીને મહાકાવ્યમાં આવશ્યક એવું એક પરંપરાગત લક્ષણ કવિ ઉમેરે છે. ૧૨. શાન્તિસૂરિ એ જાબાલપુરના મંત્રી યશોવરના ગુરુ હતા (પેરા ૯૪). યશવરે બંધાવેલાં મન્દિરામાં મૂર્તિઓની પ્રતિષ્ઠા આ આચાર્યને હસ્તે થઈ હતી (કાજોલેસ, નં. ૧૦૮-૧૦૯). ૧૩. વર્ધમાનસૂરિ એ ગલ્લક જાતના ગુરુ હોય એમ જણાય છે. વર્ષમાનામધપૂરિશેવરહતતોડવઃ સ્ત્રોતમાર: સુસં, ૫-૧૩). વલભી સં. ૯૨૭ (ઈ. સ. ૧૨૪૬)ના વેરાવળના એક શિલાલેખ પ્રમાણે, ગલ્લક જાતિના શ્રેષ્ઠી મૂલે પ્રભાસપાટણમાં ગવર્ધનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી (ગુઐલે, નં. ૨પ૦ અ). “ગલ્લક’ શબ્દને કાનડી અને તેલુગુ ભાષાના ગલ્લ (ભરવાડ) શબ્દ સાથે વખતે કંઈ સંબંધ હોય. જન આગમોની ટીકાઓમાં ગોલ્લ દેશનો ઉલ્લેખ અનેક વાર આવે છે, અને ચંદ્રગુપ્ત મૌર્યને ગુરુ ચાણક્ય ગોલ્લ દેશના ચણક ગામના રહેવાસી હતો એવી હકીકત એક સ્થળ છે (° અભિધાનરાજે , ભાગ ૨. પૂ. ૧૦૧૧). પણ આ પ્રદેશ ક્યાં આવ્યા હશે એ નિશ્ચયપૂર્વક કહેવાનું સાધન નથી. ગલ્લક જાતિ મૂળ એ પ્રદેશમાંથી આવી હોય એમ કદાચ બને. ૧૪. વર્ધમાનસૂરિ એ વૃદ્ધ ગચ્છના આચાર્ય હતા (વચ, ૮-૬૦૩). એમને ઉપદેશ સાંભળીને વસ્તુપાળે ઉત્તર ગુજરાતમાં શંખેશ્વરની યાત્રા કરી હતી (વચ, ૭–૨૮૪ થી ૨૯૭). પુખ પણ એમને અનેક વાર ઉલ્લેખ કરે છે (પૃ. ૧૮, ૮૩, ૯૫, ૧૧૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy