SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 3 સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૨૩ હતી અને કાલિદાસ, ભટ્ટિ, ભારવિ, માધ અને પાછળથી શ્રીહર્ષ જેવા પ્રશિષ્ટ કવિઓની રચનાઓને અહીં ઉત્સાહપૂર્વક અભ્યાસ થતો હતો તથા એ ઉપર ટીકા ટિપ્પણુ રચાતાં હતાં, અને એથી ઊછરતા કવિઓને પોષણ મળતું હતું, નાટકના પ્રેમીઓમાં હર્ષનાં નાટકો અને મુરારિનું “અનરાધવ ખૂબ લોકપ્રિય હતાં. આમ છતાં, જે રચનાઓની આપણે અહીં સમાલોચના કરીશું તે પ્રાચીન પ્રશિષ્ટ કવિઓની રચનાનું અનુકરણ માત્ર નથી. શૈલી, વણને અને વિષયની બાબતમાં એમને પ્રાચીનતર કાવ્યોમાંથી પ્રેરણા મળેલી છે, પણ એમનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે અને કેટલાક દાખલાઓમાં તે આપણને એવાં સુંદર કાવ્યો મળે છે કે જેઓને મધ્યકાલીન સંસ્કૃત કવિતાને સર્વોત્તમ નમૂનાઓમાં ગણી શકાય. ઐતિહાસિક મહાકાવ્યો સોમેશ્વરકૃત “કાર્તિકૌમુદી' ૧૪૦. ઐતિહાસિક મહાકાવ્યને વિચાર કરતાં સૌ પહેલાં આપણે સેમેશ્વરનું “કીર્તિ કૌમુદી' લઈએ. અગાઉ જોયું છે તેમ, વાઘેલાઓના તથા વસ્તુપાળના ઈતિહાસને લગતા સમકાલીન મૂળ ગ્રન્થોમાં તે મુખ્ય છે. નવ સર્ગનું એ મહાકાવ્ય છે, અને એમાં બધા મળીને કર૨ શ્લેક છે. પહેલા સર્ગમાં ધર્મના ચાર યાત્રિકે પહેરેગીર જેવા વિષ્ણુના ચાર હાથને સ્મરીને કવિ શિવ અને સરસ્વતીને વંદન કરે છે. પછી તે કવિપ્રશંસા કરે છે અને તેમાં વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, માધ, ભારવિ, બાણ, ધનપાલ, બિહલણ, હેમચન્દ્ર, નીલકંઠ અને પ્રહલાદન એ કવિઓની પ્રશંસાના શ્લોકે આપે છે. વસ્તુપાળના સાહિત્યમંડળના કવિઓમાં નરચન્દ્ર, વિજયસેન, સુભટ અને યશવીરની તેણે પ્રશંસા કરી છે. પછી થોડા શ્લોકમાં સર્જનોની પ્રશંસા અને દુર્જની નિંદા કરીને સોમેશ્વર કહે છે કે વસ્તુપાળનું કુલ, ઉદારતા, સંમાન, ઉત્તમ આચાર, ડહાપણું, દયા, ન્યાય અને પોતામાં (અર્થાત સેમેશ્વરમાં) ભક્તિ જોઈને પિતે એને વિશેનું કાવ્ય લખવા પ્રેરાયો છે, અને મંત્રીના ગુણ ગાવાને પોતાની ગિરા જાણે કે ઉતાવળી થાય છે (ક ૪૪-૪૭). પછી કવિ અણહિલવાડ પાટણનું વર્ણન આપે છે, જે અલંકાર ૩. સંસ્કૃત પંચકા ઉપર ગુજરાતમાં રચાયેલી ટીકાઓ માટે જુઓ ભાવિ, પૃ. ૨, પૃ. ૨૧૭ થી આગળ; પુ. ૪૧૭ થી આગળ; પુ. ૩, પૃ. ૨૫ થી આગળ. ૪. “કીર્તિકૌમુદીના વસ્તુપરિચય માટે જુઓ જૈન સત્યપ્રકાશ' માર્ચ ૧૯૫૦–મારો લેખ “સોમેશ્વરકૃત કીર્તિમુદી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy