SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ હશે, કેમકે યાત્રા શરૂ થયાને નિર્દેશ એના છેલ્લા શ્લોકમાં છે, પણ એની બીજી કશી વિગત એમાં અપાઈ નથી; બાકીનું કાવ્ય વસ્તુપાળ-તેજપાળની આલંકારિક પ્રશંસાથી ભરેલું છે. આથી અનુમાન થાય છે કે નરેદ્રપ્રભસૂરિ સંધની સાથે ગયા હશે, અને યાત્રાના પ્રારંભમાં ૩૭ શ્લેકવાળી ટૂંકી પ્રશસ્તિ અને શત્રુંજય ઉપર પહોંચ્યા પછી ૧૦૪ શ્લેકવાળી લાંબી પ્રશસ્તિ તેમણે રચી હશે. ગિરનાર ઉપરના વસ્તુપાળના એક શિલાલેખમાંને પદ્યભાગ નરેન્દ્રપ્રભની રચના છે.૧૫૯ વળી ધાર્મિક વિષય ઉપરને બે સુભાષિતસંગ્રહ–વિવેકપાદપ” અને “વિવેકકલિકા'—નરેદ્રપ્રભે રચ્યા છે, તેમાંથી જણાય છે કે ‘વિબુધચન્દ્ર' કવિનામથી તેઓ કવિતા કરતા હતા.૧૬૦. (૧૩) બાલચન્દ્ર वाग्वल्लीदलदस्यवः कति न ते सन्त्याखुतुल्योपमाः सत्योल्लेखमुखैः स्वकोष्ठपिठरीसम्पूर्तिधावद्धियः । सोऽन्यः कोऽपि विदर्भरी तिबलवान बालेन्दुसरिः पुरो यस्य स्वर्गिपुरोहितोऽपि न गवां पौरोगवस्तादृशः ॥ –અપરાજિત કવિ૧૧ बहुप्रबन्धकर्तुः श्रीबालचन्द्रस्य का स्तुतिः । मन्त्रीशवस्तुपालेन यः स्तुतः कवितागुणात् ॥ –પ્રદ્યુમ્નસૂરિ૧૬૨ બાલચન્દ્રની ગુરુપરંપરા ૧૩. બાલચન્દ્ર એ ચન્દ્રગચ્છને હરિભદ્રસૂરિના શિષ્ય હતા. આસડકત “ઉપદેશકન્ડલી” અને “વિવેકમંજરી'ની સ્વરચિત ટીકાઓની પ્રશસ્તિએ (પાભંર્, પૃ. ૩૨૯-૩૩; વિમંટી, પૃ. ૨૧૫ થી આગળ)માં તેમણે પિતાની ગુરુપરંપરા લંબાણથી આપી છે–ચન્દ્રગચ્છમાં પ્રદ્યુમ્નસૂરિ નામે આચાર્ય થયા, જેમણે તલવાટક (વાંસવાડાની પશ્ચિમે આઠ માઈલ દૂર આવેલ તલવાડા)ને રાજાને પ્રબોધ્યો હતો. તેમની પછી થયેલા ચન્દ્રપ્રભસૂરિએ ૧૫૯. ગુએલે, નં. ૨૧૦; પ્રાચેલેસ, નં. ૪૧-૪ ૧૬૦. પાભંસૂ, પૃ. ૧૮૭-૮૮ ૧૬૧. પાટણ ભંડારમાંની બાલચંદ્રકૃત 'વસન્તવિલાસ” મહાકાવ્યની હસ્તપ્રતને અને આ શ્લોક લખાયેલે મળે છે (વવિ, પૃ. ૭૯). એના કર્તા અપરાજિત કવિના વિશે કશું જાણવામાં નથી. ૧૬૨. “સમરાદિત્ય-સંક્ષેપ.” ૧-૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy