SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ હોવાથી લેખનું વર્ષ પણ જાણવા મળતું નથી. આ પ્રશસ્તિલેખને નાનાકની કવિતાને એક વિરલ નમૂને ગણવો જોઈએ. “પ્રબન્ધકાશ” અનુસાર, અમરચંદ્રસૂરિ રાજા વીસલદેવની સભામાં આવ્યા ત્યારે નાનાક સહિત કેટલાક કવિઓએ એમની કવિત્વશક્તિની પરીક્ષા કરી હતી (પેરા ૧૦૩).૧૨ નતિ ન માલિત યુવત્તિનિરાણુ એ ચરણ નાનાકે પાદપૂર્તિ માટે અમરચન્દ્રને આપ્યું હતું. નાનાકની કવિતાને બીજે પણ એક નમૂને મળે છે; વરતુપાળ સાથેના નાનાકના સંપર્કને એ સૂચક હોઈ નોંધપાત્ર છે: એક વાર કવિએ વસ્તુપાળની ઉદારતાની પ્રશંસા કરતા હતા અને વસ્તુપાળ સંકેચથી નીચું જોઈ રહ્યો હતો. એ સમયે યુવાન નાનાકે નીચેને શ્લોક કહ્યો एकस्त्वं भुवनोपकारक इति श्रुत्वा सतां जल्पितं लज्जानम्रशिराः स्थिरातलमिदं यद्वीक्षसे वेद्मि तत् । वाग्देवीवदनारविन्दतिलक श्रीवस्तुपाल ध्रुवं पातालाद बलिमुद्दिधीर्घरसकृन्मार्ग भवान् मार्गति ॥ આ સાંભળીને વસ્તુપાળે કવિને વિપુલ પ્રીતિદાન આપ્યું. ૧૩ (૪) યશવીર लक्ष्मीर्यत्र न वाक् तत्र यत्र ते विनयो न हि । यशोवीर महच्चित्रं सा च सा च स च त्वयि ॥ –વસ્તુપાળ૬૪ प्रकाश्यते सतां साक्षाद यशोवीरेण धीमता । मुखे दन्तयता ब्राह्मी करे श्रीः स्वर्णमुद्रया ॥ –સોમેશ્વર ૫ ૬૨. પ્રકો, પૃ. ૬૨. અહીં નાનાકને “વીસલનગરીય” અર્થાત વિસલનગરઉત્તર ગુજરાતના વીસનગરને વતની કહેવામાં આવ્યું છે. એ જ ગ્રન્થમાં અન્યત્ર (પૃ. ૧૨૦) એને “મહાનગરીય ” અર્થાત વૃદ્ધનગર-વડનગરનો કહ્યો છે; પરન્તુ સમકાલીન પ્રશસ્તિઓને આધારે એ સ્પષ્ટ છે કે નાનાક વીસનગરને નહિ, પણ વડનગરનો હતો. ૬૩. પ્રકે, પૃ. ૧૨૦. પુપ્રસં. (પૃ. ૬૦ ) અનુસાર, ૧૬૦૦૦ની રકમ આપવામાં આવી હતી. ઉત. (પૃ. ૬૫) જણાવે છે કે વસ્તુપાળે નાનાકને સોનાની જીભ દાનમાં આપી હતી. પ્રબના એક ઉત્તરકાલીન સંગ્રહમાં (પુપ્રસં, પૃ. ૭૪ ) આ કનું કર્તૃત્વ સેમેશ્વર ઉપર આપેલું છે. ૬૪. પ્રચિ, પૃ. ૧૦૨ માં ઉદિત ૬૫. કીક, ૧-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy