SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ જવાળાઓ બની ફેલાવા લાગી. તેની સાથે મરુભૂતિને દુઃખ થયું કે પોતે રાજાને ફરિયાદ કરી તેથી તેના મોટાભાઈને આવું અપમાન સહન કરવું પડયું. સજ્જનતા છોડતા નથી. તેને પોતાની ભૂલ લાગી તેથી તે કમઠ પાસે માફી માગવા ગયો. વેરની આગમાં ક્રોધાંધ બનેલો કમઠ મરુભૂતિ સામે મોટી શિલા ઉપાડીને આગળ આવ્યો. તેણે મરુભૂતિના મસ્તક પર તે શિલા નાખી. ભયંકર ધા થવાથી મરુભૂતિ ત્યાં જ મૃત્યું પામ્યો. વેર અને ક્રોધની આગ કેવું ભયંકર પરિણામ લાવે છે? સર્પના મુખમાંથી કયારેય અમૃત ઝરતું નથી એ રીતે કમઠની વેરવૃત્તિ ઝેર બનીને પ્રગટ થઈ. મરુભૂતિએ પોતાનું આયુષ્ય આ રીતે પૂર્ણ કર્યું.. આ બાજુ કમઠને રાજા અરવિંદે એક વખત આકાશમાં વશસાદી વાદળો વિલીન થતાં જોયાં ત્યારે તેને સંસારનાં સુખો આવા ક્ષણભંગુર છે એવો વિચાર આવ્યો. જે રીતે પાણીના પરપોટાનું આયુષ્ય ક્ષણિક છે એ રીતે આ સુખો ક્ષણિક છે એવું વિચારી તેણે દીક્ષા લીધી. સાધુધર્મના આચાર પ્રમાણે અરવિંદ મુનિ વિચરવા લાગ્યા. ભય બીજો પૂર્વભવના કર્મ અનુસાર પછીના ભવે જીવનું અવતરણ થાય છે. જયારે મરુમૂતિને કમઠે શિલા મારી ત્યારે આર્તધ્યાનથી મરુભૂતિનો જીવ પશુગતિ પામીને ગજેન્દ્ર હાથી તરીકે ઉત્થન્ન થયો. તે અન્ય હાથિણીઓ સાથે જળ ક્રિડા કરતા કરતા એક વખત એક સરોવર પાસે આવ્યો. આ બાજુ અરવિંદમુનિ સમેતશિખરની યાત્રા કરવા એક સંઘની સાથે ત્યાં આવી પહોંચ્યા. ત્યાં મોટો કોલાહલ થતાં, હાથી એકદમ રઘવાયો થયો. નિર્જન સ્થળે શાંતીથી પોતાની ઈચ્છા પ્રમાણે રહેનાર હાથીને જનસમૂહ ન ગમ્યો, એટલે તે ચારે બાજુ દોડવા લાગ્યો. તેને ગાંડો બનેલો જોઈ માણસો દોડધામ કરવા લાગ્યા. હાથીતો બરાબર તોફાને ચડયો. કોઈને પગ નીચે કચડતો તો કોઈને સૂંઢમાં ઉછાળતો તે હાથી હવે ખતરનાક બની ફરવા લાગ્યો. અચાનક તે અરવિંદમુનિ જયાં બિરાજતા હતા, ત્યાં આવી ચડયો. સૌને એમ લાગ્યું કે તે હમણાં મુનિરાજને સુંઠમાં ઉપાડી ફેંકી દેશે. હાથી તમની નજીક આવ્યો, છતાં મુનિરાજ સ્વસ્થ હતા. હાથીએ ઠા૨ક ઘટના બની. તોફાને ચડેલો આ ગજરાજ એકદમ શાંત સસલાની જેમ ઉભો રહી ગયો. લોકો તો આશ્ચર્ય પામી ગયા. મુનિરાજે કાયોત્સર્ગ પાર્યો અને અવધિજ્ઞાન વડે એમણે જે જોયું તે કહ્યું, ''અરે બુદ્ધિમાત ! આ પાગલપણું છોડી દે. તું પૂર્વભવમાં મરુભૂતિ નામે બ્રાહ્મણ હતો પણ આચારમાં સાચો શ્રાવક હતો. હું એ વખતે રાજા અરવિંદ હતો અને તું મારો મંત્રી હતો. તું અંત સમયે આર્તધ્યાનથી આ રીતે હાથી તરીકે જનમ્યો છું માટે હવે તું ચેત અને આત્માને ઓળખ. તે પૂર્વભવમાં જે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો, તે તું અત્યારે પણ કર." મુનિરાજનાં વચનો સાંભળી, હાથી શ્રાવકના આચાર પ્રમાણે મુનિને વંદન કરી (નમીને) ત્યાંથી ચાલ્યો ગયો. આ સમયે લોકોમાંથી પણ ઘણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. મુનિરાજે જોયું કે આ હાથીને હવે ધર્મ પામવાની ઈચ્છા જાગૃત થઈ છે એટલે મુનિરાજે વાત્સલ્યથી આત્માનું Jain Education International E 144 .... . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy