SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ભય પહેલો જંબુદ્વિપની વચ્ચે મેરુપર્વત અને તેની દક્ષિણે પોતનપુર નામે નગર. ધનાઢયો અને કુબેર પુરુષોથી સમૃદ્ધ બનેલું આ નગર જાણે સુકાન સંભાળનાર રાજા અરવિંદ પરાક્રમી સાથે વિવેકી પણ હતો. પોતાની પ્રજાના સુખ માટે ધનનો વ્યય કરવામાં તે ધન્યતા અનુભવતો હતો. તેના રાજયમાં સુંદર અને ભવ્ય દેરાસરો હતા. મુનિવરો અને ધર્માત્મા ઓથી આ નગર પુણ્યભૂમિ બન્યું હતું. આ નગરમાં વિશ્વભૂતિ નામે બ્રાહ્મણ પુરોહિત રહેતો હતો. તે રાજા અરવિંદનો મંત્રી હતો તેનામાં શ્રાવક જેવા આચારો હતા. તેને અનુદ્ધરા નામે પત્ની હતી. સંસ્કારી કુટુંબ તરીકે પ્રતિષ્ઠા ધરાવતો વિશ્વભૂતિ રાજાનો વિશ્વાસુ મંત્રી હતો. તેને કમઠ અને મરુભૂતિ નામના બે પુત્રો હતા. તે બન્નેમાં કમઠ મોટો ભાઈ હતો. તેને વરૂણા નામે પત્ની હતી. કમઠ દૂરાચારી અને ક્રોધી હતો. મરુભૂતિ વિનયી અને શાંત હતો. બન્ને પુત્રો હવે પોતાની જવાબદારી બરાબર સંભાળી શકે એમ હતા, તેથી વિશ્વભૂતિએ અનશન વ્રત સ્વીકાર્યું અનુક્રમે સમાધિયુકત મરણ પામી તે સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. આ પછી તેની પત્ની અનુદ્ધરા પણ પતિવિરહમાં નવકારમંત્રનું સ્મરણ કરતા મૃત્યુ પામી. વિશ્વભૂતિ પછી કમઠ રાજય કારભારમાં તેના સ્થાને જોડાયો. પરંતુ મરભૂતિતો સંસારથી અને સત્તાથી વિમુખ થઈ પોતાનો સમય ધર્મકાર્યમાં પસાર કરવા લાગ્યો. તેની પત્ની વસુંધરાને તેણે સ્વપ્નમાંય સ્પર્શ કર્યો નહિ. તેની સરખામણીમાં કમઠ કામવાસનાથી ભરેલો હતો. એક વખત રાજા અરવિંદ મરુભૂતિને સાથે લઈ બીજા રાજા સાથે લડવા ગયો હતો. પાછળ કમઠ રાજયનો સ્વામી થઈ વર્તવા લાગ્યો. તેની કામવૃત્તિ તેના પર સવાર થઈ ગઈ હતી. મરુભૂતિની પત્ની વસુંધરા સુંદર અને નવયૌવના હતી. તેને જોઈ કમઠે તેને કહ્યું, "તમારૂ રૂપ ચંદ્રલેખા જેવું સુંદર છે. મરુભૂતિ તો સંસારથી વિરકત છે. તમે શા માટે તમારી યુવાની આ રીતે પસાર કરો છો?" આ સાંભળી વસુંધરા ખૂબ જ ગુસ્સે થઈ પરંતુ તેની સામે તો કામાંધ કમઠ હતો. કમઠે વસુંધરાને પોતાની આસકિતનો ભોગ બનાવી. વસુંધરા પહેલેથી જ સંસારસુખ ભોગવી શકી ન હતી, તેથી થોડા સમયમાં તે પણ તેમાં આસકત બની. વિધિની વિચિત્રતા કેવી સ્થિતિ સર્જી શકે આ વાતની ખબર કમઠની પત્નીને પડી. મરુભૂતિ આવ્યો ત્યારે સ્ત્રી સહજ ઈર્ષા ભાવે તેણે તરત જ મરુભૂતિને કમઠ અને વસુંધરા વિષે વાત કરી. મરુભૂતિતો ભાઈની આવી વાત સાંભળી સાચું માની ન શકયો. છેવટે તેણે કમઠને કહ્યું કે પોતે કોઈ કાર્ય માટે બહાર જાય છે. રાત્રે તે વેશ બદલી કમઠ પાસે આવ્યો અને કહ્યું, "હે ભદ્ર! હું થાકેલો પ્રવાસી છું, અહી રાતવાસો કરી શકું?" કમઠે આ વાત સાચી માની લીધી અને તે છૂપી રીતે ત્યાં રહ્યો. વસુંધરા અને કમઠ માનતા હતા કે મરુભૂતિ બહારગામ ગયેલો છે. તેઓને કામક્રિડા કરતા મરુભૂતિએ જોયા ત્યારે સંસારની અસારતા વધુ ડખવા લાગી. પોતાના ભાઈ અને પત્ની વચ્ચે આ દૂરાચારી સમ્બન્ધો જોઈ તેને દુઃખ થયું. વિચાર કરતા મરભૂતિને લાગ્યું કે રાજા પાસે જો આ વિષે ફરીયાદ કરવામાં આવે તો જ હું પઠસમજશે. આ રીતે તેણે આ આખી વાત રાજા અરવિંદ સમક્ષ મૂકી. રાજા કમઠ પર ખૂબ જ ગુસ્સે થયો. તેન જા આપવા ઉધે અવળે ગધેડા સાથે બાંધી દીધો અને આખા ગામમાં ફેરવ્યો. કમઠના મનમાં મરુભુતિ પર ગુસ્સાની આગ (143) - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy