SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ખાઈને પણ દવા વેચવાનું યોગ્ય માન્યું. આ હકીકત શ્રી યુ.એન. મહેતાની ઉદાત્ત ભાવના અને સેવાપૂર્ણ દૃષ્ટિકોણની ધોતકછે. માનસિક રોગોની દવાઓમાં જવલંત સફળતા મેળવ્યા બાદ ટોરેન્ટ લેબોરેટરીઝે હૃદયરોગની અદ્યતનમાં અદ્યતન દવાઓ મળી રહે એવો આશય રાખ્યો, અને એને પરિણામે એન્જાયના માટે કેલ્સિગાર્ડ જેવી દવા તૈયાર કરી. વિદેશથી આવતી અને ગેરકાયદે લવાતી આવી દવાની એક ગોળી છ રૂપિયે મળતી હતી એની સામે શ્રી યુ.એન.મહેતાએ “કેલ્સિગાર્ડ’ નામની દવા એક ગોળી દીઠ પચાસ પૈસે બજારમાં મૂકી એ પછી બ્લડપ્રેશર માટે “બીટાકાર્ડ’(Betacard) અને પેપ્ટિક અલ્સર માટે “રેનિટિન’ (Ranitin) જેવી દવાઓ બજારમાં મૂકી. ૧૯૮૪માં બેલ્જિયમની મેસર્સ જેનસન ફાર્માસ્યુટિકલ્સ સાથે સહયોગ સાધીને ટોરેન્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. માનસિક રોગોની દુનિયામાં ટોરેન્ટનું નામ સર્વત્ર છવાઈ ગયું. એણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી. આજે તો ટોરેન્ટ એક વિશાળ વડલા જેવી બની ગઈછે અને “ટોરેન્ટ ગ્રુપ” માં, (૧) ટોરેન્ટ લેબોરેટરીઝ લિમિટેડ (૨) ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (૩) ટોરેન્ટ એક્ષ્પોર્ટસ લિમિટેડ ૪) ટોરેન્ટ મેડી સીસ્ટમમ્ લિમિટેડ (ગાંધીનગર) (૫) ટાઈડ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ (અમદાવાદ) (૬) મહેન્દ્ર ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (૭) રૂસીન્ડા ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લિ. (વટવા - અમદાવાદ) (ઈન્દ્રાડ – મહેસાણા) (અમદાવાદ) Jain Education International (નડિયાદ) (અમદાવાદ) અને એવી બીજી ઘણી કંપનીઓના વટવૃક્ષરૂપે ફેલાઈ ગયું છે. એની દવાઓમાં કેપ્સુલ-ગોળીઓ-પ્રવાહી-ઈંજેક્શન અને ઓઈન્ટમેન્ટ જેવા જુદા જુદા સ્વરૂપે મળે છે. ઉપર જણાવેલ કંપનીઓના આધુનિક પ્લાન્ટ તેમ જ એની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વીંગ સતત નવા સંશોધનોમાં કાર્યરત છે. એક વિશાળ જૂથ તેના વેચાણને સંભાળે છે. આખાયે દેશમાં ૫૫૪ સ્ટોકીસ્ટો તથા ૫૮૨ નો ફીલ્ડ સ્ટાફ કાર્યવંત છે. ૧૯૮૬માં ઈન્ડીયન ઈકોનોમીક સ્ટડીઝ તરફથી ટોરેન્ટને “ઉદ્યોગરત્ન” નો એવોર્ડ મળ્યો અને માર્કેટીંગ મેન ઓફ ધી ઈયરનો આઈ.એમ.એમ.બાટા એવોર્ડ મળ્યો. આ ઉપરાંત દવાઓનું ઉત્પાદન, વેચાણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy