SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અસામાન્ય રોગો પરની દવાઓ બનાવી અને નવી જ દિશામાં પ્રયાણ કર્યું. ૧૯૬૮માં માનસિક રોગોની અસામાન્ય દવાઓ અત્યંત સસ્તી કિંમતે બજારમાં મૂકી. એમણે “ટ્રિનિકામ પ્લસ” નામની દવા તૈયાર કરી. આ પહેલી જ ઈન્ટરનેશનલ કોમ્બીનેશનવાળી દવા હતી. “ટ્રિનિકામ પ્લસ” પછી એમ કહેવાય છે કે વ્યવસાયમાં બધું “પ્લસ” (વૃદ્ધિ) થતું રહ્યું. આના વિકાસ માટે તેઓએ પુરૂષાર્થ શરૂ કર્યો. આ સમયે એમની પાસે બાર હજાર રૂ. ની મૂડી હતી અને માથે બાર હજાર રૂ. નું દેવું હતું. આવા સંજોગોમાં એમણે માનસિક રોગોની દવાઓ બનાવવાનો વિચાર કર્યો કારણ કે એના વેચાણ માટે માત્ર નિષ્ણાત ડૉક્ટરોને જ મળવાનું રહે અને ઓછા ખર્ચે કામ ચાલે. અમદાવાદમાંથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી. પછી વડોદરા અને રાજકોટને આવરી લીધા. ત્યાંથી મુંબઈ અને કલકત્તા ગયા. કલકત્તામાં એમને નામાંકિત ડૉક્ટરોનો ખૂબ સહયોગ મળ્યો. ડૉક્ટરોએ ઊંચી ક્વોલીટીની આવી વ્યાજબી ભાવની દવાઓ જોઈને કહ્યું કે, “તમે તો એક અર્થમાં સેવા કરો છો.” ૧૯૭૬માં એમણે “ટોરેન્ટ લેબોરેટરીઝ”ની સ્થાપના કરી. ટોરેન્ટ એટલે ધોધ, અને હકીકતમાં શ્રી યુ.એન.મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ તથા અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગો માટેની “ટ્રિનિકામ પ્લસ” (Trinicalm Plus) નામની દવાએ બીજી અનેક માનસિક રોગો અંગેની દવાઓને જન્મ આપ્યો, અને થોડા સમયમાં તોથીઓરિલ(Thioril), 215243141 (Hexidol), Ra364 (Licab), -424 (Neurap) CELL 481241 મૂકી. એ પછી ડિપ્રેશન દૂર કરતી ટેક્નોડેપ(Tencodep), ડોકસીટાર (Doretar) એમિલિન (Amiline), ટેટ્રાડેડ (Tetradep) જેવી દવાઓ બજારમાં મૂકી અને માનસિક રોગોની દવાના ક્ષેત્રમાં ટોરેન્ટનું નામ ગાજવા લાગ્યું. આવી દવાઓનો માત્ર પ્રારંભ કરનાર તરીકે જ નહીં બલ્ક એમાં ઉચ્ચતમ વિકાસ સાધનાર તરીકે ટોરેન્ટની ગણના થવા લાગી. એ પછી બજારમાં એસ્પેરાલ (Esperal) નામની દવા મૂકી. દારૂના અતિ સેવનથી પીડાતા લોકો માટેની આવી દવા બનાવનારી ટોરેન્ટ પહેલી અને એક માત્ર કંપની છે. ભારતમાં ઘણા મોટા પ્રમાણમાં આના રોગીઓ મળે છે. દારૂની લત છોડાવનારી આ દવાનો વિશિષ્ટ સામાજિક ઉપયોગ પણ ગણાય, અને એ દ્રષ્ટિએ આ સંસ્થાએ એની ઓછામાં ઓછી કિંમત રહે તે માટે ખોટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy