SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો અજબની હતી. સદા લીલાંછમ વિશાળ ઉપવનો, કલકલ કરતાં નીરભર્યાઝરણાંઓ, કામધેનુ જેવા કલ્પવૃક્ષોની હારમાળા, અમૃત જેવા ફળ અને જળ મળતાં, તેમાંથી તે કાળના માનવીને મનગમતા બધા જ પદાર્થો મળી રહેતા. અલ્પાધિકતાનો, રાજા-રંકનો, શિક્ષિત- અશિક્ષિતનો કોઈ ભેદ ન હતો. તેમના પુણ્યનો રાશિ એવો હતો કે મૂલ્યવાન વસ્તુઓ પણ મૂલ્ય ચૂકવ્યા વગર મળતી. આથી ન મળે સંઘર્ષ કે ન મળે સ્પર્ધા. દરેક પોતાના જીવનના સુખભોગમાં મસ્ત રહેતા. સ્વર્ગીય રચના જેવી એ પૃથ્વી પર આ યુગલિકોનું યૌવન પણ સ્વર્ગીય સુખનો અણસાર આપતું. પ્રકૃતિના નિયમ પ્રમાણે એ યૌવન તેમને જાતીય સુખ પ્રત્યે આકર્ષતું, અને તેના ફળ સ્વરૂપે સ્ત્રી યુગલની માતા બનતી. આ કાળના માનવની જેમ ઉછેર કરવાનો ન હતો. યુગલનો સહજપણે વિકાસ થતો. ત્યાર પછી તેમના જીવનમાં કંઈક ગંભીરતા આવતી. બાળ યુગલ પણ સ્વતંત્ર જીવન જીવવા લાગતું. અને જાણે માતાપિતાનું કાર્ય પૂરું થતું હોય, તેમ તેઓ સહજપણે જીવનને સમેટી લેતા. તેમને મરણની વેદના ન હતી. અશાતાના દુઃખો ન હતાં. જન્મની જેમ મરણ પણ એક સ્વાભાવિક ઘટના લાગતી. અંત સમયે માતા-પિતા શાંતિથી કોઈ શાંત સ્થળે ચિરનિદ્રામાં પોઢી જતા. ત્યારે ન હતા કોઈ વ્યવહાર, ન સંતાપ કે શોક, ન અગ્નિસંસ્કાર. આ ઘટના સૌ સ્વાભાવિકપણે સ્વીકારતા. મૃતકને કોઈ મહાપક્ષી ઉપાડી જતા. કોઈ રેખા અંકિત થયા વગર વાત ત્યાં પૂરી થતી. યૌવન યુગલો એક કાયાની છાયા બનીને કિલ્લોલ કરતાં, વન-ઉપવનમાં ભમતાં. છતાં માનવ જીવનના સુખની સીમા તો ખરી. દીર્ધકાલીન આયુષ્ય હોવા છતાં, સુડોળ, સૌષ્ઠવપૂર્ણ અને સશકત નીરોગી શરીર છતાં કાળની ફાળ તો ત્યાં પણ જાળ પાથરી દેતી. જન્મ આપનાર યુગલનો અંત થતો. એ કાળના અવિરત વહેણમાં યુગપરિવર્તન આવી રહ્યું હતું. યુગલિક કાળની ક્ષીણતાનો પ્રારંભ થઈ ચૂકયો હતો. એવા એ કાળમાં સર્વાર્થસિદ્ધવિમાનમાંથી ચ્યવન કરીને જેઠ વદ ૪ ને દિવસે ઋષભદેવનો જીવ અયોધ્યાનગરીના છેલ્લા નાભિકુળકરની પત્ની મરુદેવીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. તે રાત્રિએ મરુદેવીએ રાત્રિને વિષે વૃષભઆદિ ચૌદ સુંદર સ્વપ્ન જોયાં. જાગૃત થઈને તેણે નાભિકુળકર પાસે સ્વપ્નદર્શનને જણાવ્યું. નાભિકુળકર પણ અતિપ્રસન્ન થયા. તેમણે કહ્યું : 'દેવી, તમે ઉત્તમ યુગલિકને જન્મ આપશો. તે કાળે એક યુગલ એક જ યુગલને જન્મ આપતું. તેથી એ પ્રસંગ તેઓ માટે અતિ મહત્ત્વનો હતો. ગર્ભકાળ પૂરો થતાં મરુદેવી માતાએ ફાગણ વદ આઠમને દિવસે યુગલિકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy