SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી ઋષભદેવ ભગવાન શ્રી ઋષભદેવ સુનંદાબહેન વોહોરા આદિમં પૃથ્વીનાથં, માદિમં નિષ્પરિગ્રહં, આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામી નમસ્તુભ્યઃ તે સમયે અને તે કાળે આજના બુદ્ધિયુગના કોઈ લેખાનું ગણિત ત્યાં ન હતું, કે ન હતા ઇતિહાસના પાને ચઢેલી કોઈ ઘટનાના રહસ્યો. નિર્દોષ અને સરચિત્ત યુગલોનો એ સમય હતો. પુત્ર અને પુત્રીનો એક સાથે જન્મ થતો, સતત સાથે જ વિહરતા અને સાથે જ મૃત્યુ પામતા. તેઓની જિંદગી અત્યંત સુખ અને સંતોષયુકત હતી. કુદરત સાથે તેમનો મધુર સંબંધ હતો. તેઓ યુગલિક કહેવાતા. તે સમયની સૃષ્ટિનું સર્જન જ એવું હતું કે માનવ સ્ત્રી પુત્ર-પુત્રીને જન્મ આપતી, પક્ષી બે ઈંડાને સેવતા, પશુ પણ બચ્ચાંની જોડને જન્મ આપતા. એમનો જીવન વિકાસ પણ ઘણો ઝડપી હતો. કોઈ એકલું ન હતું તેથી વિયોગનું દુઃખ આવતું નહિ. કોઈ તેમને અલગ કરી શકતું ન હતું. તેઓ જન્મથી જઅભિન્ન હતા. વસંતૠતુની જેમ આનંદ અને કિલ્લોલથી સૌ જીવતા. વળી તેમને ન કમાવાની કે રાંધણકાર્યની જરૂર રહેતી તેથી પરિગ્રહના પાપ અને મૂર્છા પણ તેમનામાં ન હતાં. દીર્ઘ આયુષ્યવાળા આવા યુગલિકો સુવર્ણમય સોનાના સુમેરુ પર્વતની તળેટીમાં સ્વૈર વિહાર કરતા, છતાં નિર્દોષતા હતી, તેમને ધારણ કરતી ધરા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy