SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી-શિક્ષણની જરૂર ચી એ સૃષ્ટિની માતા છે. એટલે તેની અજ્ઞાનદશા તે સંસારને માટે ભારે શાપરૂપ ગણાય. નારીજીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાં સુધી જગને અલ્પકાર કદી દૂર થઈ ન શકે. બાળકને નવ મહિના સુધી પિતાના પિટમાં ધારી રાખનારી માતા છે. તેને જન્મ આપીને ઉછેરનારી–પષનારી માતા છે. માતાનાજ મેળામાં લાંબે વખત બાળક પળે છે. તેનાજ અધિક સહવાસમાં તે મોટું થાય છે. એજ કારણ છે કે, માતાના સંસ્કારે બાળકમાં ઉતરે છે. માતા જે સુસંસ્કારશાલિની હોય તે બાળકના જીવનમાં સારા સંસ્કાર પડે છે. માતાના વિચાર, વાણી અને વર્તન ઉચ્ચ હેય તે તેને સુન્દર વરસે બાળકને પ્રાપ્ત થાય છે. ઉચ્ચ માતાનું ઉચ્ચ વાતાવરણ બાળકને ઉચ્ચગામી બનાવે છે. ખરેખર બાલક-બાલિકાના જીવનસુધારને મુખ્ય આધાર માતા પર રહેલું છે. એટલે દરેક માતા પિતાને માટે, પિતાની ઓલાદને માટે, પિતાના કુટુમ્બ-પરિવાર માટે વિચારમાં, વાણીમાં અને વર્તાનમાં ઉચ્ચ બનવાની આવશ્યક્તા છે, અને સમાજ તથા દેશના કલ્યાણ માટે આશીર્વાદરૂપ છે. પણ આ ઉગ્રતા કેમ સાંપડે ? આદર્શ શિક્ષણ વગર નજ સાંપડે સુતરાં, સ્ત્રી-શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. પાશ્ચાત્ય તત્વવેત્તા સ્માઈલ્સ કહે છે " If the moral character of the people mainly depends upon the education of the home, then the education of women is to be regarded as a matter of national importance." ' અર્થાત્ –મનુષ્યનું નૈતિક ચારિત્ર જે મુખ્યત્વે ગૃહશિક્ષણ પર આધાર રાખતું હોય તે સ્ત્રીશિક્ષણ એ પ્રજાકીય જરૂરિયાતવાળી બાબત ગણાય. બાળકને સ્વભાવ છે કે, તે જેવું જુએ તેવું કરે છે. બીજાની દેખાદેખી નકલ કરવા તે જલદી પ્રેરાય છે. ઘરમાં જેવું દેખે છે તેવું તેનું જીવન ઘડાય છે. ઘરના માણસોની બલી ચાલી અને વ્યવહાર હલકે અને ભદ્રા હોય તે બાળક પણ તેવું જ શિખવાને. સ્કૂલમાંથી ગમે તેવું સારૂં શિક્ષણ મળે, પણ ઘરની બુરી હવા આગળ તે રદ્ થવાનું. સ્કૂલના સંગ કરતાં ઘરને સંગ તેને વધારે હોય છે, એટલે ઘરના આંગણામાં જે સંસ્કાર ઘડાય તે સ્કૂલના શિક્ષણથી નહિ ઘડાવાના. બલકે સ્કૂલના શિક્ષણમાંથી મળતા સદાચાર-પાઠોને ઘરની અજ્ઞાન પ્રવૃત્તિઓ ભૂસી નાંખવાની. ખરેખર, બાળકના જીવનવિકાસ માટે પહેલી અને ખરી સ્કૂલ જે “ઘર” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy