SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪. न्यायसम्पन्नविभवः, शिष्टाचारप्रशंसकः। कुलशीलसमैः साधं कृतोद्वाहोऽन्यगोत्रजैः॥ અથ–ગૃહસ્થ ન્યાયથી ધન પાર્જન કરે અને શિષ્ઠના આચરણને પ્રશંસક હોય અને કુલ-શીલથી સરખા એવા અન્યગોત્રીય સાથે વિવાહ કરનાર હોય. લગ્નસંસ્થા. ઉપરના ફ્લેકમાં પ્રથમ અર્થોપાર્જન કરવામાં પ્રામાણિક વૃત્તિ રાખવાનું ફરમાવે છે. અને ઉત્તરાર્ધમાં લગ્નસંસ્થા બાબત ઉપદેશ છે. એની ટીકામાં આચાર્ય મહારાજ લગ્નના બ્રાહ્મ, પ્રાજાપત્ય, આણં, દૈવ, ગાધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ એમ આઠ પ્રકાર બતાવીને શરૂના ચાર પ્રકારનાં લગ્નને ધન્ય બતાવે છે. માતાપિતાની સમ્મતિ વગર પરસ્પર અનુરાગપૂર્વક વિવાહ એ ગાધર્વ વિવાહ છે. શરતથી કન્યાગ્રહણ એ આસુર, બલાત્કારથી કન્યાગ્રહણ એ રાક્ષસ અને સુતેલી કે અસાવધાન કન્યાનું અપહરણ એ પૈશાચ છે. આ ચાર વિવાહને અધમ્ય બતાવીને પછી આચાર્ય મહારાજ એ વિષે એમ ફેટ કરે છે કે – " यदि वधूवरयोः परस्परं रुचिरस्ति तदा एते अधा अपि धाः "। અર્થા-વધૂ-વરની જે પરસ્પર રૂચિ હોય તો આ અધમ્ય ગણાતા વિવાહ ધમ્ય બની જાય છે. એ પછી આચાર્ય મહારાજ વિવાહનું ફળ બતાવતાં લખે છે કે"शुद्धकलत्रलाभफलो हि विवाहः । अशुद्धभार्यादियोगेन नरक एव"। અર્થાત–શુદ્ધ પત્નીને લાભ થશે એ વિવાહનું ફળ છે. અશુદ્ધ સ્ત્રીને તેમજ પતિને વેગ નરકરૂપ થઈ પડે છે. લોકમાં પણ કહેવાય છે કે – શાક બગડયું તે દિવસ બગયે, અથાણું બગડયું તે વરસ બગડ્યું, બાયડી બગડી તે ભવ બગડે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy