SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં પધાર્યા છે. એ એમનું જૈનત્વ ન ગણાય તે શું ગણાય? જૈનત્વના ઉમંગમાં આવી તેઓ કદાચિત જૈનોને તેમની કઈ ભૂલ માટે એગ્ય ઠપકે આપે, કે જરા આકરા લાગતા શબ્દોમાં વ્યાજબી શિખામણ આપે તે એ વધાવી લેવા જોગ હોય. તેની સામે રીસાવું, ચીડાવું કે કોપાયમાન થવું એ તે મૂર્ખાઈ ગણાય. હવે મૂળ વાત પર આવીએ. વિજયધર્મસૂરિએ કાશી અને બંગાળ જેવા દેશના શાસ્ત્રીઓ તથા પંડિતેને જૈન ધર્મના પ્રશંસક બનાવ્યા છે. બંગાળ અને મગધની સફરમાં તેમણે દયારસની ઝડી વરસાવીને હજાર બંગાલીઓ તથા બીજાઓને માંસભક્ષણ છેડાવ્યાં છે અને હિંસા કરતાં અટકાવ્યા છે. તેમણે કાશી જેવા હિન્દુધર્મના જબરદસ્ત કિલામાં, જે વખતે વમનસ્યનું વાતાવરણ જબર પથરાયેલું હતું, વિરોધી વર્ગના અનેક અનેક વિધ વચ્ચે પદપ્રવેશ કરી જૈન વિદ્યાલયને ઝંડો ફરકાવ્યું છે. તેમણે નવા સંખ્યાબંધ વિદ્વાને ઉભા કરી સમાજમાં વિદ્યાધ્યયનને પ્રચાર કર્યો છે અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાની અભ્યાસ–પ્રણાલીને પુનર્જીવિત કરી છે. તેમણે જૈન સાહિત્યને બહોળા પ્રચાર કરી પિતાની વિદ્વત્તા અને સંશોધન-શક્તિથી પાશ્ચાત્ય સ્કલરોને આકર્ષિત કર્યા છે અને તેમને જૈન સાહિત્યમાં સરસ રસ લેતા કર્યા છે. તેમણે ગુરૂકુળ, બેડીંગ, બાલાશ્રમ, વિઘાશ્રમ, પુસ્તકાલય જેવાં વિદ્યાનાં સવારે ઠેકઠેકાણે નિર્માણ કર્યા છે. કાઠીયાવાડના લગભગ તમામ સ્ટેટના નરેશે તેમને મળ્યા છે અને તે નરેશેને તેમણે ધર્મોપદેશ આપે છે. તેમના વિહાર દરમ્યાન તે તે સ્થળના એડમિનિસ્ટ્રેટર મહાશયેએ તેમના બેધનું પાન કર્યું છે. ઉદૈપુર, જોધપુર, છર, ગ્વાલીયર જેવાં સંસ્થાના મહારાજાએ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પર મુગ્ધ બન્યા છે. દરભંગામહારાજાએ ભરી સભામાં તેમની વિદ્વત્તાની તારીક કરી છે. મહારાજ બનારસ તેમના ભક્ત નરેશ. કાશી જેવા વિદ્યાના મહાન કેન્દ્રમાં ભારતીય વિદ્યાની ગંજાવર સભા વચ્ચે તેમને “ શાસ્ત્રવિશારદજૈનાચાર્ય ) પદ અપવાનું માન મહારાજાબનારસને છે. સુરત અને ધુળીયાના કલેકટરોએ તેમના પ્રવચન સાંભળ્યાં છે. તેમણે રાજકેટની રાજકુમાર-કોલેજમાં જઈને રાજકુમારને રાજપદ્ધતિને અસરકારક ઉપદેશ આપે છે. ઈ. સન ૧૯૨૦ માં આચાર્ય મહારાજ અહીં મુંબઈમાં હતા તે વખતે અહીંના ગવર્નર સાહેબને તેઓ તેમના ખાસ ગવર્મેન્ટ-હાઉસમાં મળ્યા છે. તેમણે અનેકાનેક પ્રાચીન ગ્રન્થસાહિત્ય પ્રકાશમાં આપ્યું છે. કલકત્તા યુનિવર્સિટિની સંસ્કૃત પરીક્ષાઓમાં તેમણે જૈનગ્રન્થ દાખલ કરાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy