SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ એટલે વીતરાગધર્મ, જૈનધર્મ એટલે આત્મધમ, જૈનધમ એટલે અહિંસાધમ અને જૈનધર્મ એટલે પરમ સત્યને આરાધતું પવિત્ર જીવન. જૈનધર્મને અભ્યાસ એટલે રાગ-દ્વેષને જીતવાનો અભ્યાસ. જૈનજીવન એટલે જિતેન્દ્રિય જીવન. જૈનજીવન એટલે અહિંસામય, સત્યમય અને સદાચારમય જીવન. જૈનના વિચારે જેમ ઉચા હોય, તેમ આચાર પણ ઉચા હોય. જેનની ભાવના વિશાળ અને ઉદાર હોય. તેનું જીવન પવિત્ર અને ઉજજવળ હોય. આ જૈનત્વ છે. તેને કેઈએ ઈજા લીધે નથી. દુનિયાને કઈ પણ માણસ જૈનત્વને પિતાના જીવનમાં ખિલવી શકે છે. મહાવીર ભગવન્તના લક્ષાવધિ શ્રાવકમાં દશ શ્રાવકે મુખ્ય ગણાયા, પણ તેઓમાં કેઈ ઓસવાલ–પિરવાડ કે દશા-વીશા હતા. પણ તેમાં કઈ હતા ખેડુત, પટેલ અને પાટીદાર અને કઈ કુંભાર. જેના જીવનમાં અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ અને સેવાભાવના સદ્દગુણે ખિલ્યા હોય, ન ચાહે હેડ કે ભંગી હોય, પણ તે સાચે જૈન છે. તે ઉચ્ચ છે અને ઉંચે ચઢી રહ્યા છે. એથી વિપરીત, એ વસ્તુ જેના જીવનમાં નથી, જેના વિચાર ગદા અને જેનું આચરણ મલિન છે, જે હડહડતા અન્યાય કરે છે અને અનાચાર સેવે છે. તે જાતપાતથી કે કુલધર્મથી ગમે તેટલે ઉચ્ચ કહેવાતા હાય, પણ ખરી રીતે તે નીચ છે. આત્મવિકાસમાં ચઢે તે ઉંચ અને પડે તે નીચ. જીવનમાં જે અહિંસા, સત્ય અને સંયમને અભ્યાસ નથી, તે કેરા ચાંદલામાં કે કેરી મુહપત્તીમાં કંઇ નથી. - આજે હેટ જૈન “ સાબરમતીને સન્ત” છે. એ અર્ધનગ્ન ફકીર,’ એ મુઠ્ઠીભર હાડકાંને માણસ આજે આખા દેશને ડોલાવી રહ્યો છે. એના શબ્દો પર આજે જગત્ મુગ્ધ બની રહ્યું છે. એનું કારણ છે એની અહિંસા-શક્તિમાં, એના ચારિત્રબળમાં. એ મહાત્મા આજે આપણી પાસે નથી. એ દરિયાપાર પાંચ હજાર માઈવ છેટે જઈ બેઠો છે-દરિદ્રનારાયણને પ્રતિનિધિ થઈને. એ મહાન સન્તના દર્શન માટે આજે યુરોપ અને અમેરિકાના કે તલપાપડ થઈ રહ્યા છે. આ *. એ મહાન જૈનના મહાનું “ગણુધર” આજે સમાપતિના આસન પર છે. (“ગણ એટલે સમડ, તેના “ધર” એટલે નાયક, કમાન્ડર એ “ગણધર') એક જૈનાચાયની જયન્તી ઉજવવા તેઓ હર્ષભેર પધારે એ એમની મહાન ઉદારતામાં એમનું જૈનત્વ પ્રત્યક્ષ થાય છે. આજે તેઓ અહિંસાના, સેવાભાવના અને લોકકલ્યાણના પાઠ ભણાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy