SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાન્તદશી મહાવીરે જૈનત્વ-વિકાસની ભૂમિકાનું નિરૂપણ કરતાં સાધુ-ધમ અને ગૃહસ્થ-ધમ એમ દ્વિવિધ ધર્મ ફરમાવ્યું છે. એ મહાન્ આત્માનું અનેકાન્ત–દર્શન જેમ સાધુ-જીવનને ઉપદેશ કરે છે, તેમ ગૃહસ્થ-ધર્મને પણ ઉપદેશ કરે છે. સાધુ ત્યાગને જ ઉપદેશ કરે એ સાચી વાત છે. પણ ત્યાગ' એ સાપેક્ષ શબ્દ છે. એટલે ત્યાગ કેને? ધમને કે અધમને? પુને કે પાપને સદાચરણને કે દુરાચરણને? પહેલા-પહેલાને ત્યાગ કરવાનું કહેનાર શયતાન છે. જ્યારે બીજા-બીજાને ત્યાગ કરવાનું તે કઈ પણ સજન ઉપદેશે એ તે ખલું જ છે. આમાં ભલા કોને મતભેદ હોય? ગૃહસ્થાશ્રમની નીતિ-રીતિ અને નિયમ–પદ્ધતિ તથા વ્યવહાર–પ્રણાલીને ઉપદેશ કરનારા સાધુઓ વાસ્તવમાં તે આશ્રમમાં ભરાઈ રહેલી બદીને જ ત્યાગ કરવાને ઉપદેશ કરે છે. મતલબ કે ત્યાગને ઉપદેશ ત્યાગીઓ બે રીતે કરે સાધુ-જીવનને અનુકૂળ અને ગૃહસ્થજીવનને અનુકૂળ. કેવળ એ ઘાના રાગ અલાપવામાં જ ત્યાગને ઉપદેશ સમાઈ જ નથી. ત્યાગીના ત્યાગને ઉપદેશ જેમ સંયમ અને વૈરાગ્ય ભાવનાનું મોહર ચિત્ર દોરી જનતાના ચિત્તને ત્યાગ-જીવન ભણે આકર્ષવા પ્રયત્ન કરે, તેમ ગૃહસ્વધર્મનું સુયોગ્ય પ્રતિપાદન કરી ગૃહસ્થજીવનને પણ પ્રગતિના પંથે દોરવા યત્નશીલ હોય. મુનિવરોનું પોપકારમય જીવન, સદુપદેશક જીવન જેમ સર્વવિરતિના માર્ગ પર પ્રકાશ નાખે, તેમ ગૃહસ્થાશ્રમના સુપથ પર પણ પ્રકાશ નાખે. ગૃહસ્થની સદાચાર-નીતિ ત્યાગી મુનિવરે નહિ સમજાવે તે સંસારલિપ્ત ગૃહસ્થનું કે સાંભળે તેમ હતું? ગૃહસ્થાશ્રમમાં ઘુસેલા સાઓને નિર્દેશ કરી તેને ઉખેડી ફેંકી દેવા બાબત પ્રેરણા કરવી એ ત્યાગી મુનિવરેનું મહતુ કત્તવ્ય છે. એ સમ્બન્ધી તેમને ઉપદેશ એ ત્યાગમય જ ઉપદેશ છે. લગ્ન-સંસ્થાનું શ્રીહરિભદ્રાચાર્ય, મુનિચન્દ્રાચાર્યું કે હેમચન્દ્રાચાર્યની જેમ નિરૂપણ કરી લગ્ન-પદ્ધતિની શુદ્ધ દિશા પ્રબોધવામાં અને તેમાં પિસી ગયેલા અનાચારને દફનાવી દેવાની ભલામણ કરવામાં ત્યાગને જ ઉપદેશ સમાયે છે. આરોગ્યના નિયમ પર જનતાનું ધ્યાન ખેંચી (હરિભદ્રાચાર્ય અને મુનિચન્દ્રાચાર્યે ખેંચ્યું છે તેમ) શક્તિ–વિકાસના ઉપયોગી સાધન તરીકે વ્યાયામનું સ્પષ્ટીકરણ કરી નિબળતા અને કાયરતાને ખખેરી નાખવાનું ઉદ્ઘષવામાં ત્યાગને જ ઉપદેશ સમાવે છે. સમાજમાં મેગ્ય શિક્ષણને પ્રચાર કરી અજ્ઞાન-અન્યકાર દૂર કરવાનું અને એ રીતે ધર્મ અને સમાજની પ્રતિષ્ઠા વધારવાનું ઉપદેશવામાં ત્યાગને જ ઉપદેશ સમાયેલ છે. આ પ્રકારના બધા ઉપદેશ ત્યાગપર છે. એ પ્રકારના ઉપદેશ રાષ્ટ્રીય કે સામાજિક સંસ્થાઓમાં ભરાઈ ગએલ કાદવ કે મેલને દૂર કરવા પર છે, પાપ-વાસનાઓ તથા વિષમતા-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy