SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મરક્ષણ કરવાની પણ જેમનામાં તાકાત નથી, ભયમાં મંકાયલાં : પિતાનાં બૈરાં-છોકરાંની સંભાળ લેવા જેટલી પણ જેમનામાં હિમ્મત નથી, એવા, બીજાની ગુલામી શોધતા ફરનારા નામને ધરતીને કયે ખુણે સંઘરવાને હતો? જે નબળા અને શક્તિહીન હોય, જે બીકણ અને કાયર હેય, તે પરની દયા શું કરી શકશે? તે બીજાને આફતમાંથી શું બચાવી શકશે? તે બીજાના ભલા માટે, બીજાનું રક્ષણ કરવા માટે શું કામ ફેરવી શકશે? એ તે પિતાની આંખ સામે અત્યાચારના ભાગ થઈ પડતા માણસને તડ મેટે ઉભે ઉભે ટગમગ જોયા કરશે. તેનાથી બીજું શું વળવાનું? એ જીવી પણ ન જાણે અને મરી પણ ન જાણે. પણ એવા પ્રસંગે જે બળવાન અને બહાદૂર ઉભું હશે તે તે આફતમાં આવી પડેલાઓને ઉગારી લેવા પોતાની શક્તિ ફેરવશે. આ ઉપરથી શું સમજાય છે? દયા ધમ કોણ બજાવી શકે? નિશ્ચિત વાત છે કે શક્તિ વગરના અને દુર્બળ મનના માણસો ધર્મ-સાધન માટે નાલાયક છે. તેઓ અહિંસા, સત્ય કે બ્રહ્મચર્ય નથી સાધી શકતા. શક્તિશાલી હશે તે પિતાના ઘર પર ગુંડાઓને હમલે થતાં યા પિતાની આરત પર બદમાશે કૂદી પડતાં તે ગુંડાઓ અને તે બદમાશાને મારી ભગાડશે અને પિતાની તથા પિતાના ઘરની રક્ષા કરશે અને પિતાની સ્ત્રીની જીતને બચાવશે. પણ પિતે જે માયકાંગલે હશે, તે પિતાની, પિતાના ઘરની અને પિતાની સ્ત્રીની કેટલી દુર્દશા કરી મૂકશે? બલવાનું વિરેજ પિતાના દેશ પર હુમલો કરવા દોડી આવતા હુલડખેને મારી ભગાવશે, તેઓ જ ધર્મ-સંસ્થાઓ ઉપર ત્રાપ મારતા વિધમીઓને હાંકી કહાડશે અને તેઓ જ દેશનું અને ધર્મનું રક્ષણ કરી શકશે. તે જ ઉન્નત મસ્તકે સંસારની સપાટી પર નિર્ભયપણે સ્વાધીનતાપૂર્વક વિચરણ કરી શકશે. પણ બળ અને શક્તિને મૂલાધાર બ્રહ્મચર્ય અને સંયમ છે. તે વગર જીવનને વિકાસ નથી. તમે તમારાં બાળક-બાળિકાઓને બચપણથી બ્રહ્નચર્ય અને સંયમના પાઠ ભણાવો. બચપણથી તેમના જીવન પર નૈતિક સંસ્કાર પાડવાની કાળજી રાખે. એગ્ય ઉમ્મરે લગ્ન-સંસ્થામાં જોડાયા પછી પણ જેમ બ્રહ્મચર્ય વધુ પળાય તેમ વર્તવાની જરૂર છે. બ્રહ્મચર્ય એ જીવનને દીવે છે. આત્માની રેશની છે, મુક્તિનું દ્વાર છે. બ્રહ્મચર્યને અપાર મહિમા છે. એ ઇશ્વરીય તેજ છે. એ જીવનની જીત છે. પણ બ્રાચર્યની શિક્ષા કોણ આપે ? આપણે શું જોઈએ છીએ? બાળકોની અન્દર આજે તે હાની ઉમ્મરમાંથી જ ખરાબ સંસ્કાર અને કુટેવ પડવી શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy